Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ફ્રાંસે પોતાના નાગરિકોને તાત્કાલિકમાં પાકિસ્તાન છોડી દેવાની સલાહ આપી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્રાંસે પોતાના નાગરિકોને તાત્કાલિક પાકિસ્તાન છોડી દેવાની સલાહ આપી છે. ઇસ્લામાબાદમાં આવેલી ફ્રેંચ એમ્બેસીએ ઇમેલથી જાણકારી આપી હતી કે પાકિસ્તાનમાં વસતા ફ્રેંચ નાગરિકો પર ગંભીર રીતે જોખમ મંડરાયેલું છે. એમ્બેસીએ કહ્યું કે જો કોઇ પણ ફ્ર્રેંચ નાગરિક પાકિસ્તાનના કોઇ પણ ખુણામાં વસતો હોય તો તેણે તરત બીજા દેશમાં રવાના થઇ જવું જોઇએ. પાકિસ્તાનના અનેક શહેરોમાં ઇસ્લામી સંગઠન ફ્રાંસ સાથે રાજકિય સંબધો તોડી નાખંવાની માંગ સાથે ઉગ્ર આંદોલન કરી રહ્યું છે.મોહમ્મદ પયંગબરના કાર્ટુન પ્રસિધ્ધ કરવા માટે ફ્રેંચ રાજૂતની હકાલપટ્ટી કરવાની માંગ સાથે પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે જેમાં 300થી વધારે પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે.

(5:24 pm IST)