Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

તાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્રને લઈને તનાવ વચ્ચે ચીને કંઈક બહાર પાડ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: તાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્રને લઈને તણાવ વચ્ચે ચીને એક મોટા દાવપેચનો વીડિયો બહાર પાડ્યો છે. વીડિયોને જોઈને લાગે છે કે જાણે ચીન કોઈ મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. નિષ્ણાંતો આને તાઇવાન પરના હુમલાની તૈયારી તરીકે જુએ છે. ચાલીસ હજાર ટન વજનવાળા ટાઈપ 075 યુદ્ધ જહાજ યુદ્ધાભ્યાસની ઝલક બહાર પાડવામાં આવેલા વિડિયોમાં પણ દેખાય છે. યુદ્ધ જહાજ એક સાથે ત્રીસ હેલિકોપ્ટર અને એક હજાર સૈનિકો લઇને જઈ શકે છે. કવાયત ક્યારે અને ક્યાં કરવામાં આવી છે તે હજી સ્પષ્ટ નથી. ચીને વીડિયો એવા સમયે જાહેર કર્યો છે જ્યારે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત યુદ્ધાભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. ચીનના લશ્કરી નિષ્ણાંત સોંગ જિગપિંગે કહ્યું છે કે સૈન્ય કવાયત તાઇવાન સાથે સંભવિત યુદ્ધની તૈયારી માટે કરવામાં આવી છે.

લશ્કરી અધિકારીએ ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે તાઇવાન અને અન્ય દેશો લાંબા સમયથી માને છે કે ચીન પાસે ટાપુઓ પર કાર્યવાહી કરવાની શક્તિ નથી. તો બિલકુલ એવું નથી અને અમારો યુદ્ધાભ્યાસ આને સમજાવવા માટે પૂરતું છે. યુદ્ધાભ્યાસ અન્ય દેશોને સ્પષ્ટ સંદેશ આપે છે કે અમે અમારી સ્થિરતા અને સુરક્ષા માટે સંપૂર્ણ સક્ષમ છીએ.

(5:33 pm IST)