Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

યુવકને વિચિત્ર સેકસ હરકત ભારે પડી : ૧૪ દિવસ સુધી તાળામાં ફસાય રહ્યું પ્રાઇવેટ પાર્ટ

થાઈલેન્ડના એક યુવકને તેની વિચિત્ર સેકસ હરકત ભારે પડી છે, જેના કારણે તેનું લિંગ બે સપ્તાહ સુધી પેડલોકમાં ભરાઈ ગયું હતું : અત્યંત દુખાવો ઉપડતા અને લિંગમાં ઈન્ફેકશન અને સોજો આવી ગયા બાદ યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો : ડોકટરોએ ઈલેકિટ્રક કટર વડે તાળુ તોડીને યુવકના ગુપ્તાંગને મુકત કર્યું હતું

બેંગ્કોક,તા. ૧૭: થાઈલેન્ડના એક યુવકને તેની વિચિત્ર હરકત ભારે પડી ગઈ છે. આ યુવકનું લિંગ બે સપ્તાહ સુધી પેડલોકમાં ફસાયેલું રહ્યું હતું જેના કારણે તેને કાયમી નુકસાન પહોંચ્યું છે. ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે ૩૮ વર્ષીય વ્યકિતએ જાતિય સંતુષ્ટી માટે પોતાનું લિંગ પેડલોકમાં નાંખ્યું હતું પરંતુ બાદમાં તેણે ચાવી ગુમાવી દીધી હતી. જેના કારણે તેનું લિંગ પેડલોકમાં ફસાઈ ગયું હતું અને ધીમે ધીમે તેમાં સોજો આવવા લાગ્યો હતો.

તેણે પેડલોકમાંથી લિંગ કાઢવાના દ્યણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેને સફળતા મળી ન હતી. લિંગ તાળામાં ૧૪થી વધુ દિવસ સુધી ફસાયેલું રહ્યું હતું. જોકે, તેના લિંગમાં ઈન્ફેકશન થયું હતું અને દુખાવો અસહ્ય બન્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

યુવકની માતા તેની આ હરકતથી શરમજનક સ્થિતિમાં મૂકાઈ હતી. તેની માતાએ પણ તાળુ દૂર કરવા માટે તેની મદદ કરી હતી. તેમણે ડોકટરોને જણાવ્યું હતું કે તેના પુત્રએ પેડલોકમાં પોતાનું લિંગ નાંખ્યું હતું. બેંગકોકની ઈમર્જન્સી સર્વિસ ગુરૂવારે રાત્રે યુવકના ઘરે આવી હતી અને તેની માતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રને કોઈ ગર્લફ્રેન્ડ નથી અને કોવિડ-૧૯ રોગચાળાના કારણે તે ઘરે રહીને કંટાળી ગયો હતો.

મારો પુત્ર અંતર્મુખી છે અને તેની કોઈ ગર્લફ્રેન્ડ નથી. કોરોનાના કારણે તે ઘણા લાંબા સમયથી દ્યરે રહ્યો છે અને તેને બહાર જતા કોરોનાનો ડર લાગી રહ્યો છે. તેણે મને કહ્યું હતું કે તે કંટાળી ગયો હતો અને તેણે પેડલોકમાં પોતાનું લિંગ ભરાવ્યું હતું. મને આવી શરમજનક પરિસ્થિતિમાં મૂકવાના કારણે હું તેના પર ગુસ્સે થઈ હતી.

રેસ્કયુ ઓફિસર થોંગચાઈ ડોનસને જણાવ્યું હતું કે, તેમને ઈમર્જન્સી કોલ આવ્યો હતો પરંતુ ઈજા જેટલી ધારી હતી તેનાથી વધારે ખરાબ હતી. તેથી વ્યકિતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

ડોકટરોએ ૩૦ મિનિટની મહેનત બાદ ઈલેકિટ્રક કટરની મદદથી લિંગને તાળામાંથી મુકત કર્યું હતું. ડોકટરોએ તાળા અને વ્યકિતની ચામડીની વચ્ચે એક અત્યંત પાતળી મેટલની શીટ મૂકી હતી જેથી કરીને કટરથી કટિંગ દરમિયાન તેને ઈજા ન થાય. આ દરમિયાન તેઓ લ્યુબ્રિકન્ટ તરીકે પાણીનો ઉપયોગ કરતા હતા. લિંગને તાળામાંથી છૂટુ કર્યા બાદ તેમણે એન્ટિબાયોટિક ક્રીમ લગાવી હતી અને દવાઓ આપી હતી.

થોંગચાઈએ જણાવ્યું હતું કે, અમને ઈમર્જન્સી કોલ આવ્યો હતો અને અમે કોઈ વિગત જાણતા ન હતા તેથી અમે ત્યાં જઈને જે જોયું તેનાથી અમને આશ્યર્ય થયું હતું. જો પેડલોક વધારે લાંબો સમય સુધી ફસાયેલું રહ્યું હોત તો તેમાં ઈન્ફેકશન એટલું ખરાબ થઈ જાત તો વ્યકિતના લિંગમાં ગેંગરીન થવાની શકયતા હતી. હોસ્પિટલમાં તેને અત્યંત દુખાવો થયો હતો અને બૂમો પાડી રહ્યો હતો.

અમે વ્યકિતનું નામ જાહેર કરી શકીએ નહીં પરંતુ અમે આ વાત એટલા માટે જાહેર કરી છે જેથી કરીને અન્ય કોઈ વ્યકિત આવી ભૂલ ન કરે. આ અત્યંત ખતરનાક બની શકે છે અને શરીરને નુકસાન પહોંચાડી શકે છે, તેમ તેમણે જણાવ્યું હતું.

(10:20 am IST)