Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કોરોના મહામારીની આ પણ છે એક અસર

મહામારીના કારણે બીજી વાર માતા બનવાનું ટાળી રહી છે મહિલાઓ

વોશીંગ્ટન,તો ૧૭ : કોરોના મહામારી પહેલા ફરીથી માતા બનવાનું વિચારી રહેલ મહિલાઓએ પોતાની યોજના ટાળી છે. જામા નેટવર્ક જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, ન્યુયોર્કમાં ફરીથી માતા બનવાની ઇચ્છા ધરાવતી મહિલાઓ મહામારીની ભયાવહ સ્થિતીને જોઇને ફરીથી ગર્ભધારણ કરવામાં મુઝાઇ રહી છે.

ન્યુયોર્ક યુનિવર્સિટીની ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડીસીને ન્યુયોર્ક શહેરમાં ૧૧૭૯ મહિલાઓ પર સર્વે કર્યા પછી આવો દાવો કર્યો છે. તેમના અનુસાર એક તૃત્યાંશ મહિલાઓ મહામારી પહેલા ફરીથી માતા બનવાની યોજના બનાવી રહી હતી પણ મહામારી આવ્યા પછી તેમણે તેને ટાળી દીધી છે. મહામારી રોગ નિષ્ણાંત અને મુખ્ય રિસર્ચર ડોકટર લીન્ડા કાં નું કહેવું છે કે મહિલાઓ મહામારી દરમ્યાખ ગર્ભાધાનના જોખમો અંગે જાણી જોખમી છે. આ દરમ્યાન ગર્ભધારણ માતા અને બાળક બન્ને માટે જોખમી છે. હોસ્પિટલોમાં સંક્રમણનું જોખમ છે એટલે મહિલાઓ મહામારીના આ કાળમાં ગર્ભધારણથી બચી રહી છે અને તે યોગ્ય નિર્ણય છે.

(9:56 am IST)