Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

યુઝર્સની હાનિકારક ગતિવિધીઓને નિશાન બનાવશે ફેસબુક

લંડન, તા. ૧૭ :  ફેસબુક પોતાના પ્લેટફોર્મ પર કેટલીક હાનિકારક ગતિવિધીઓમાં સંડોવાયેલા વાસ્તવિક યુઝર્સ વચ્ચે સમન્વયવાળા ગ્રુપોને બંધ કરવા માટે વધુ આક્રમ વલણ અપનાવશે. આના માટેે તે એવી જ રણનીતિ અપનાવશે જેવી તે ફેક એકાઉન્ટ સામે અપનાવે છે. આ નવા વલણ અંગેની માહિતી પહેલીવાર આપવામાં આવી છે. તેમાં ફેસબુકની સીકયોરીટી ટીમો આવા નેટવર્કોને એક સાથે બંધ કરવા  માટે અપનાવે છે જે જાહેર ચર્ચાઓને બોગસ એકાઉન્ટ દ્વારા પ્રભાવિત કરવા માટે અભિયાન ચલાવે છે.

ફેસબુક પર ડેટાચોરી પછી પોતાના યુજર્ન્સ સાથે બેવડું વલણ અપનાવવાનો આક્ષેપ છે. ફેસબુકના નિયમો સામાન્ય માણસ માટે અલગ છે અને પાવરફુલ લોકો માટે અલગ કંપની સામાન્ય લોકો સામે કડકાઇ વાપરે છે પણ સેલેબ્રીટી, નેતા અને મોટા માથાઓને નિયમ તોડવાની છુટ આપે છે, નિયમ તોડવાની આ ખાસ સુવિધા પ૮ લાખ લોકોને કંપની તરફથી મળેલી છે. જેમાં સેલેબ્રીટી, રાજનેતાઓ અને હાઇપ્રોફાઇલ યુઝર્સ સામેલ છે. કંપની આ લોકોને કોઇપણ નિગરાણી વગર કોઇપણ પ્રકારની પોસ્ટ મુકવાની છુટ આપે છે. જયારે સામાન્ય લોકો પર કડકાઇ રાખવામાં આવે છે તેમ વોલસ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહેવાયું છે.

(1:11 pm IST)