Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

તો આ રીતે થઇ હતી ગ્રીન ટી ની શોધ

નવી દિલ્હી:જો આપ ગ્રીન ટી પીવાનુ પસંદ કરો છો અને આને થનાર લાભને જાણો છો, તો આપે મિશિયો શૂજીમૂરા વિશે જરૂર જાણવુ જોઈએ. શૂજીમૂરા એક જાપાની કૃષિ વૈજ્ઞાનિક અને જૈવ રસાયણવિદ હતા. ગ્રીન ટી પરના તેમના અદભૂત સંશોધને તેમને જાપાનમાં કૃષિ ડોક્ટરેટ મેળવનાર પ્રથમ મહિલા બનાવ્યા. તેમની સિદ્ધિઓનું સન્માન કરવા માટે, ગૂગલે તેમના 133 મા જન્મદિવસ પર ડૂડલ સમર્પિત કર્યું છે. 17 સપ્ટેમ્બર 1888એ જાપાનના ઓકેગાવામાં જન્મેલા શૂજીમુરાએ પોતાના કરિયરની શરૂઆત એક મહિલા હાઈ સ્કુલમાં સાયન્સ ભણાવતા કરી હતી. 1920માં તેમણે પોતાનુ ધ્યાન એક વૈજ્ઞાનિક શોધકર્તા બનાવવા પર કેન્દ્રિત કર્યુ અને હોક્કાઈડો ઈમ્પીરિયલ યુનિવર્સિટીમાં એક અવેતન લેબ મદદનીશ તરીકે કામ શરૂ કર્યુ. તે સમય સુધી સ્કુલોએ મહિલા વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવાનુ શરૂ કર્યુ નહોતુ. શરૂઆતમાં તેમણે રેશમકીટના પોષણ પર પોતાનુ રિસર્ચ શરૂ કર્યુ પરંતુ 1922માં તેમનુ ટ્રાન્સફર ટોક્યો ઈમ્પીરિયલ યુનિવર્સિટીમાં વિટામિનના શોધકર્તા ઉમેતારો સુઝુકીની સાથે થયુ. અહીં મિશિયોએ ગ્રીનની બાયોકેમેસ્ટ્રી પર રિસર્ચ કર્યુ. બે વર્ષ બાદ તેમણે અને તેમના સહયોગી સીતારો મિઉરાએ ગ્રીન ટી માં વિટામિન Cની શોધ કરી, જેનાથી ઉત્તરી અમેરિકામાં ગ્રીન ટીના નિકાસમાં વૃદ્ધિ થઈ.

(6:40 pm IST)