Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કેનેડાના વેનકુવરમાં ભયંકર વરસાદના કારણોસર ગામ બન્યું સંપર્ક વિહોણું

નવી દિલ્હી  : કૅનેડાના વેનકુવરમાં ભારે વરસાદને કારણે શહેર સાથેનો માર્ગ અને રેલવે સંપર્ક કપાઈ ગયો છે. અધિકારીઓના મતે સદીમાં એકવાર જોવા મળે એવી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે શહેરને જોડતા બે રસ્તા પાણી ભરાઈ જવાથી બંધ થઈ ગયા છે. બચાવકાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, હાઈવે ઉપર ભૂસ્ખલનને કારણે એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે લોકો લાપતા થયા છે. ન્યૂઝ એજન્સી એએફપી સાથે વાત કરતા રોયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસના સાર્જન્ટ જેનલે શોહેતના જણાવ્યા પ્રમાણે, ભૂસ્ખલનના કારણે કેટલા વાહનચાલકો દબાઈ ગયા છે, તેના વિશે નક્કર આંકડો કાઢવામાં નથી આવ્યો.

 

(5:47 pm IST)