Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સોફા અને ટીવી સાથે હવામાં ઉડવા લાગ્યો આ શખ્સ

નવી દિલ્હી: લોકોને જીવનમાં કંઈક અનોખું કરવાનો એટલો શોખ ચડે છે કે લોકો જીવને પણ જોખમમાં નાખવા તૈયાર થઈ જાય છે. ઘણા લોકો એડવેંચરના પણ શોખીન હોય છે. પેરા ગ્લાઈડિંગ પણ તેમાંનું એક સ્પોર્ટ છે જેમાં ગ્લાઈડરને કન્ટ્રોલ કરતાં લોકો દૂર સુધી હવામાં ઉડે છે. નવા લોકોને એક્સપર્ટ સાથે ઉડાડવામાં આવે છે જયારે એક્સપર્ટ એકલા પણ ઉડે છે. અત્યારે એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક્સપર્ટ કરતા પણ એક ડગલું આગળ હોય તેમ લાગી રહ્યું હતું. તે પેરા ગ્લાઈડિંગ કરી રહ્યો છે, પણ દોરડા સાથે લટકીને નહીં પરંતુ સોફા પર આરામથી બેસીને. આ વીડિયોને જોતા એમ લાગશે કે આ વ્યક્તિ કેટલો બેજવાબદાર અને આરામથી સોફા પર બેઠો જોઈને એમ લાગશે કે જાણે આ કોઈ રમત છે. પેરા ગ્લાઈડિંગ કરતા-કરતા આ  વ્યક્તિ સોફા પર બેઠા-બેઠા પોતાના ગ્લાઈડરને કંટ્રોલ પણ કરે છે. તે હવામાં ઉડતા-ઉડતા નાસ્તો કરતા પણ જોવા મળી રહ્યો છે. તે હવામાં સોફા પર આરામથી ડર્યા વગર બેઠો છે. અંતે તે સરળતાથી જમીન પર ઉતરી પણ જાય છે અને તેને કોઈ પ્રકારનો ભય રહેતો નથી.

(5:04 pm IST)