Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ઓસ્ટ્રેલિયાથી આવતી ફ્લાઇટ પર કરવામાં આવ્યું એલર્ટ જાહેર

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડના ઓકલેન્ડથી ઓસ્ટ્રેલિયાના સિડની આવી રહેલા એક વિમાનને મેડે એલર્ટ જાહેર કર્યું છે. વિમાન દ્વારા આ એલર્ટ શા માટે જારી કરવામાં આવ્યું છે તેની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે એલર્ટ મળતાની સાથે જ સિડની એરપોર્ટ પાસે અનેક એમ્બ્યુલન્સની કતારો લાગી ગઈ છે. સુત્રોમાંથી મળતા પ્રાથમીક સમાચાર મુજબ વિમાનમાં એન્જિન સંબંધિત કેટલીક સમસ્યાની ફરિયાદ આવી છે. સિડની એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરપોર્ટે સાવચેતીના પગલા તરીકે ફાયર એન્ડ રેસ્ક્યુ, એનએસડબલ્યુ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી દીધી છે. લેન્ડિંગ પર વિમાનને ઇમરજન્સી સેવાઓ મળી રહેશે. એરપોર્ટ આ તબક્કે અન્ય ફ્લાઇટ્સને અસર કરશે તેવી અપેક્ષા રાખી રહ્યુ નથી. ક્વાન્ટાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સિડનીથી લગભગ એક કલાકમાં એરક્રાફ્ટને તેના બે એન્જિનમાંથી એકમાં સમસ્યા આવી હતી અને તેણે માનક પ્રક્રિયાઓને અનુરૂપ મે ડે એલર્ટ જાહેર કર્યું હતું. મેડેએ એવિએટર્સ દ્વારા જીવન માટે જોખમી કટોકટીનો સંકેત આપવા માટે વપરાતો શબ્દ છે. ક્વાન્ટાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એકવાર વિમાન નીચે ઉત્તરે પછી અમારા એન્જિનિયરો દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારે અમે આ ઘટના વિશે વધુ માહિતી શેર કરીશું.

(5:05 pm IST)