Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ચીનમાં હવે બ્લોગ લખવા તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખનારને સરકારની મંજૂરી લેવી પડશે

નવી દિલ્હી: ચીનમાં ગૂગલ સહિતની વેબસાઈટો પર પ્રતિબંધ છે, કેમ કે ચીનનો સેન્સરશિપ કાયદો બહુ કડક છે. વળી ચીનની સામ્યવાદી સરકાર લોકોના અભિપ્રાયોને કોઈ મહત્વ આપતી નથી, માટે અભિપ્રાય પ્રગટ થાય એવું પણ ઈચ્છતી નથી. ચીનમાં હવે બ્લોગ લખનારાઓ કે સોશિયલ મીડિયા પોસ્ટ લખનારાઓને પણ સરકારની મંજૂરી લેવી પડશે.રાજકારણ અને લશ્કરી બાબતો જેવા વિષયો પર લખતા પહેલા તો સરકારી મંજૂરીની જોગવાઈ ૨૦૧૭થી છે. હવે તેમાં આરોગ્ય, અર્થતંત્ર, ન્યાતંત્ર, શિક્ષણ જેવા વિષયો પણ સમાવી લેવાયા છે. એટલે કે આ બધી બાબતો પર લખતા પહેલા ચીની સરકારે નક્કી કરેલી ઓથોરિટી પાસે મંજૂરી લેવી પડશે. ચીન સરકાર નથી ઈચ્છતી કે તેના દેશમાં ચાલતી ગરબડો બહાર આવે. માટે અભિવ્યક્તિ સ્વતંત્રતાના તમામ દરવાજા ત્યાં બંધ કરવામાં આવી રહ્યા છે.જે બ્લોગરો, ઈન્ટરનેટ મીડિયા, સોશિયલ મીડિયા પર સરકારના વખાણ થતા હોય એમને મંજૂરીની જરૂર નથી. ચીનમાં સામ્યવાદી શાસન છે અને સામ્યવાદમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને ક્યારેય મહત્ત્વ અપાતું નથી. ચીની સામ્યવાદી શાસકો સરમુખત્યારશાહીના ધોરણે શાસન કરે છે.

(5:09 pm IST)