Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

અફઘાન સેનાની સ્પેશ્યલ ફોર્સે કુડુંજના ઉતરી વિસ્તારમાંથી 24 લોકોને જેલમાંથી મુક્ત કરાવ્યા

નવી દિલ્હી: અફઘાન સેનાની એક સ્પેશ્યલ ટીમે કુડુંજના ઉતરી વિસ્તારમાં તાલિબાનની જગ્યામાંથી 24 લોકોને મુક્ત કરાવ્યા છે એક સ્થાનિક અધિકારીએ આ વાતની માહિતી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિશેષ અભિયાન હકતાશ જિલ્લાના કાબુલી કિશકલ ગામમાં બુધવારના રોજ રાત્રીના સમયે શરૂ કરવામાં આવ્યું હતું આતંકવાદી સુરક્ષાબળોના આવવાની પહેલા જ ફરાર થઇ ગયા હતા તેવું માલુમ પડી રહ્યું છે. સેનાની શિવિરમ સ્થળાંતર કર્યા પછી મુક્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(5:10 pm IST)