Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ગર્લફ્રેન્ડની હત્યા કરી લાશને દફનાવતી વેળાએ બોયફ્રેન્ડે પણ આવ્યો હાર્ટ એટેક:ન્યુયોર્કની વિચિત્ર ઘટના

નવી દિલ્હી: એક વ્યક્તિએ પહેલા પોતાની ગર્લ ફ્રેન્ડનું ગળું દબાવીને હત્યા કરી અને પછી પોતે પણ હાર્ટ અટેક આવવાના કારણે મરી ગયો હતો. જ્યારે તે પોતાની ગર્લ ફ્રેન્ડની લાશને દફનાવી રહ્યો હતો તે સમયે તેને હાર્ટ અટેક આવ્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, આ કેસ અમેરિકાનો છે. 60 વર્ષના જોસેફે મૈકકિનને 65 વર્ષની પેટ્રિસિયા ડેન્ટની હત્યા કરી. જોસેફ મૈકનિનન દક્ષિણ કૈરોલિનાનો રહેનારો હતો. તેણે પોતાની ગર્લફ્રેન્ડની હત્યા ટ્રેન્ટનના ઘરમાં કરી હતી. આ જાણકારી એઝફીલ્ડ કાઉન્ટી શેરિફે ઓફિસને આપી હતી. ઓફિસ સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું કે લોકોએ અમને સૂચના આપી હતી કે કોઈ વ્યક્તિ અચેતન અવસ્થામાં પોતાના રૂમમાં સૂતેલો પડ્યો છે. જેના પછી તપાસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા તો ત્યાંથી મૈકકિનનની લાશ મળી આવી હતી. આ દરમિયાન તેમને એક વધુ લાશ ખોદેલા ખાડામાં મળી આવી હતી. જેની ઓળખ પેટ્રિસિયા ડેન્ટ તરીકે થઈ હતી. જે મૈકકિનન સાથે રહેતી હતી. આ ઘટનમાં તાપસ અધિકારીઓએ પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસમાં સામે આવ્યું કે પટ્રેસિયા ડેન્ટનું મોત ગળું દબાવવાના કારણે થયું છે.

 

(7:00 pm IST)