Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અમેરિકા હવે કોરોના જેવા ખતરનાક વાયરસ સામે એન્ટી વાયરલ ટેબ્લેટ વિકસાવવા માટે કરી રહ્યું છે મહેનત

નવી દિલ્હી: કોરોના સામેની લડાઈમાં હવે વેક્સીન મુખ્ય હથિયાર તરીકે ઉપયોગમાં આવી રહી છે ત્યારે અમેરિકાએ હવે કોરોના જેવા ખતરનાક વાયરસ સામે એન્ટી વાયરલ ટેબલેટ વિકસાવવા માટે કમર કસી છે. આ માટે માટે અમેરિકા 23000 કરોડ રૂપિયાનુ રોકાણ કરશે.

વ્હાઈટ હાઉસના મેડિકલ એડવાઈઝર ડો.એન્થની ફૌસીએ આ જાહેરાત કરતા કહ્યુ હતુ કે, કોરોના વાયરસ જેવા ખતરનાક વાયરસની સામે લડવા માટે આ પ્રકારની દવા ડેવલપ કરવાનુ અભિયાન શરૂ કરાશે.જેનો ઉપયોગ સંક્રમણની અસર સાવ ઓછી કરવા માટે કરાશે. હાલમાં તો આ દવાઓ બનાવવાની કામગીરી પહેલા તબક્કામાં છે પણ એક વખત ક્લિનિકલ ટ્રાયલ પૂરી થશે તે પછી આ દવા ડિસેમ્બર સુધીમાં દુનિયાની સામે હશે. તેમણે કહ્યુ હતુ કે, નાણાકીય રોકાણના કારણે તેના રિસર્ચને વધઆરે વેગ મળશે. હાલમાં તો મહામારી સામે લડવા માટે આપણી પાસે હાલમાં તો કેટલાક વિકલ્પો છે પણ સ્પષ્ટ રીતે વેક્સીન જ તેના કેન્દ્ર સ્થાને છે.

 

(6:37 pm IST)