Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ઇંડોનેશિયામાં ચીનની વેક્સીન લીધા બાદ 350 હેલ્થ વર્કરને કોરોના થયો હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનમાંથી નીકળેલા અને દુનિયાના બીજા દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કાબૂમાં કરવા માટે હવે દુનિયાના વિવિધ દેશો વેક્સીન પર ફોકસ કરી રહ્યા છે. બીજા દેશોની સાથે ચીને પણ કોરોનાની વેક્સીન બનાવી છે. જોકે ચીનની કોરોના વેક્સીનની ગુણવત્તા ફરી એક વખત શંકાના ઘેરામાં આવી છે. ઈન્ડોનેશિયામાં ચીનમાં બનેલી વેક્સીન લોકોને લગાવવામાં આવી હતી. આ વેક્સીન લગાવ્યા પછી પણ 350 હેલ્થ વર્કર કોરોના પોઝિટિવ થયા છે. આ પૈકીના બે ડઝનને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી થવાનો વારો આવ્યો છે. સમાચાર એજન્સીના કહેવા પ્રમાણે ઈન્ડોનેશિયાના કેટલાક હિસ્સામાં કોરોનાના નવા ડેલ્ટા વેરિએન્ટના કેસ વધી રહ્યા છે ત્યારે તેના પર ચીનની વેક્સીન કેટલી પ્રભાવશાળી છે તે અંગે સવાલ ઉભા થયા છે. કારણકે મધ્ય જાવાના આ હિસ્સામાં ડઝનબંધ કોરોના હેલ્થ વર્કર્સ બિમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરીને ઓક્સિજન આપવાની જરૂર પડી હતી.

 

(6:37 pm IST)