Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ડેથ વેલીમાં ગરમીએ નવો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત ડેથ વેલીમાં ગરમી રોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. જો આવું જ ચાલતું રહ્યું તો, આ જગ્યા પૃથ્વી પરની સૌથી ગરમ તાપમાનનો પોતાનો જ 1913નો રેકોર્ડ તોડી નાખશે. વૈાનિકોએ ચેતવણી આપી છે કે, અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવનારા દિવસોમાં કલ્પ્ના ન કરી હોય તેવી ગરમી અનુભવાઈ શકે છે. એક્યુવેધર મુજબ, બુધવારથી શનિવાર સુધી ડેથ વેલીનું તાપમાન 51.11 ડિગ્રી (124 ડિગ્રી ફેરઙ્ગહિટ) પહોંચી ગયું છે. આવનારા દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાનો અંદાજ છે. આ ડેથ વેલીમાં 1913માં પાંચ દિવસ સુધી ચાલેલા હીટ વેવ દરમિયાન તાપમાન રેકોર્ડ 134 ડિગ્રી ફેરનહેટ સુધી પહોંચી ગયું હતું. ધરતી પર કોઈ અન્ય જગ્યાએ આટલી ગરમ હવા ક્યારેય અનુભવાઈ નથી.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આવનારા દિવસોમાં ડેથ વેલીમાં દરરોજ તાપમાન સતત વધશે. વૈજ્ઞાનિકો મુજબ પહેલા અંદાજ લગાવાયો હતો કે, ડેથ વેલીમાં જૂનમાં સરેરાશ તાપમાન 110 ડિગ્રી ફેરનહેટ રહેશે, પરંતુ હવાના ઉલટા પ્રવાહે બધા અંદાજને આશ્ચર્યજનક રીતે બદલી નાખ્યા છે. ડેથ વેલી દરિયાની સપાટીથી 300 મીટર નીચે એક ઊંડી અને પાતળી ખીણ છે. જ્યાં ઝાડ-પાનનું કોઈ નામોનિશાન નથી. અહીં મનુષ્ય રહેતા નથી, પરંતુ એડવેન્ચરના શોખીનો ક્લાઈબિંગ અને ટ્રેકિંગ કરવા માટે આવતા રહે છે. આ વેલી ગરમ રહેવાનું કારણ છે લાલ રંગના પથ્થરો અને થોડી-ઘણી માટીથી બનેલી તેની જમીન. આ જમીન ગરમીને પાછી ધકેલે છે, પરંતુ તે વેલીમાંથી બહાર નથી નીકળી શકતી, તેના કારણે વેલીમાં હવા ઘણી ગરમ થઈ જાય છે. અહીં ચારે તરફ પર્વતો હોવાથી ગરમ હવા બહાર નીકળી શકતી નથી.

 

(6:40 pm IST)