Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ચાર કરોડ ભારતીયોમાં સાજા થયા બાદ પણ જોવા મળ્યા કોરોના વાયરસના લક્ષણો

નવી દિલ્હી: જો તમને કોરોનામાંથી સાજા થયા પછી મહિનાઓ સુધી થાક લાગતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે કામમાં મન ન લાગતુ હોય તો તમે એકલા નથી કે જેને આવી તકલીફ થઈ રહી છે. એક વૈશ્વિક સ્ટડીમાં સામે આવ્યું છે કે, માત્ર ભારતમાં જ ચાર કરોડ લોકોમાં વર્ષ 2020થી કોરોનાના આવા લક્ષણો જોવા મળી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં આવા લોકોનો આંકડો 14 કરોડથી વધારે છે. એક્સપટ્ર્સ પાસેથી જાણો ડાયાબિટીસની એ તમામ માહિતી, જેની જાણકારી હોવી જરુરી છે. રિસર્ચ પેપર 'અ ગ્લોબલ સિસ્ટેમિક એનાલિસીસ ઓફ ધ અકરન્સ, સેવરિટી, એન્ડ રિકવરી પેટર્ન ઓફ લોન્ગ કોવિડ ઈન 2020 એન્ડ 2021'માં આ ચોંકાવનારી વાત કરવામાં આવી છે. વિશ્વની વિવિધ યુનિવર્સિટીઓના સંશોધકોના ગ્રુપ અને ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી કે જે વિશ્વના 145 દેશોના 3,600 સંશોધકોનું ગ્રુપ છે, તેના દ્વારા આ રિસર્ચ પેપર પબ્લીશ કરવામાં આવ્યું છે. આ સંશોધકોએ કોરોનાની લાંબા ગાળાની અસરોને ત્રણ ભાગમાં વહેંચી છે. થાક, મગજને લગતી સમસ્યા અને શ્વસનની હાલ થઈ રહેલી સમસ્યાઓ. તેમને જાણવા મળ્યું કે, વર્ષ 2020 અને 2021માં 14.47 કરોડ લોકોમાં કોરોના સંક્રમણમાથી સાજા થયાના ત્રણ મહિના પછી પણ આ ત્રણમાંથી એક કે તેનાથી વધારે લક્ષણોવાળા જોવા મળ્યા. મોટાભાગના દર્દીઓમાં હળવું સંક્રમણ હતું. સંક્રમણમાંથી સાજા થયાના 12 મહિના પછી 15 ટકા કેસોમાં રિકવરી જોવા મળી ન હતી. કોરોનાના લાંબા ગાળાના લક્ષણોમાં સામાન્ય રીતે શ્વાસની તકલીફ (89.3 ટકા) જોવા મળી હતી, તે પછી થાક લાગવાની સમસ્યા (78.9 ટકા) અને મગજને લગતી સમસ્યા (55.2 ટકા) હતી. તેમને એ પણ જાણવા મળ્યું કે, વૈશ્વિક સ્તરે પુરુષો કરતા મહિલાઓ (63.5 ટકા) કોરોનાના લાંબા ગાળાના લક્ષણોથી વધારે સંક્રમિત હતી. આ પેપરમાં જણાવાયું છે કે, કોરોના લક્ષણો લાંબા સમય સુધી ધરાવતા ઘણા લોકોને લક્ષણો ઓછા થવા લાગે ત્યારે રીહેબિલિટેટિવ કેર અને નોકરીના સ્થળ તેમજ અભ્યાસમાં મદદની જરૂર રહે છે. કોરોનાની લાબા ગાળાની અસરો ધરાવતા 84 કેસો શોધનારા રિસર્ચર્સએ જણાવ્યું હતું કે, 'કોરોના મહામારી દરમિયાન દૈનિક કેસોની ગણતરી અને ગંભીર બીમારીની સારવાર પર વધુ ધ્યાન અપાયું હતું, ત્યારે પ્રારંભિક સંક્રમણ પછી નબળા લક્ષણો ધરાવતા હોય તેવા લોકોનો રિપોર્ટ સામે આવ્યો. જે લાંબો કોરોના કહેવાય છે.
 

(6:38 pm IST)