Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

વિશ્વ આખામાં 20થી40 વર્ષના લોકોમાં કોરોના વાયરસના કેસમાં થઇ રહ્યો છે ભરખમ વધારો

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી 2 કરોડ 20 લાખ 48 હજાર 933 કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 47 લાખ 91 હજાર 748 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 7 લાખ 77 હજાર 430ના મોત થયા છે. આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે વિશ્વમાં 20થી 40 વર્ષની વચ્ચેના લોકો સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે.

              WHOના પશ્વિમ-પ્રશાંત ક્ષેત્રના ડાયરેક્ટર તાકેશી કસઇએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કહ્યું કે તેમાંથી ઘણા લોકોને ખબર પણ નથી કે તેઓ સંક્રમિત થઇ ચૂક્યા છે. હવે સંક્રમણ એવા દેશોમાં ફેલાઇ રહ્યું છે જ્યાં પહેલા કાબૂમાં આવી ગયું હતું. ઘણા દેશોને ફરી લોકડાઉન લગાવવું પડ્યું છે. તેનાથી ખબર પડે છે કે એશિયા પેસિફિક વિસ્તારમાં બીમારી આગલા સ્ટેજમાં પહોંચી ગઇ છે.

(6:42 pm IST)