Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ફિલીપીંસમાં 6.6તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા:1નું મૃત્યુ

નવી દિલ્હી:મધ્ય ફિલીપીંસના મસબતે પ્રાંતમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. રિક્ટર પૈમાના પર 6.6ની તીવ્રતા માપવામાં આવી છે. ભૂકંપના જટકાના કારણોસર એક શખ્સનું મૃત્યુ  નીપજ્યું છે. પોલીસ અધિકારીદ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ભૂકંપના ઝટકા સવારના 8 વાગ્યાને 3 મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા. ભૂકંપના જટકાના કારણોસર ઘણા  ઘરો સહીત બિલ્ડીગોને નુકશાન પહોંચ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:45 pm IST)