Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

અમેરિકાના ફ્લોરિડામાં કોરોના વાયરસના કારણોસર મ્રુતકઆંક વધીને 50હજારને પાર થયો

નવી દિલ્હી: ફ્લોરિડામાં કોવિડ-૧૯થી થયેલા મૃત્યુનો કુલ આંક ૫૦,૦૦૦ને વટાવી ગયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિયન્ટને પગલે સંક્રમણમાં મોટા ઉછાળાથી કુલ મૃત્યુનો ૨૫ ટકાથી વધુ હિસ્સો આ વખતે ઉનાળામાં નોંધાયો છે.ગુરુવારે કોવિડ-૧૯થી થયેલા ૧,૫૦૦થી વધુ મૃત્યુને પગલે યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને કુલ મૃત્યુઆંક ૫૦,૮૧૧ હોવાની માહિતી આપી હતી. આ મૃત્યુ તાજેતરના સપ્તાહોમાં જુદીજુદી તારીખે થયા છે. સીડીસીના જણાવ્યા અનુસાર અમેરિકાના ૫૦ રાજ્યમાં કોરોનાના સૌથી વધુ માથાદીઠ મૃત્યુઆંક મુદ્દે ફ્લોરિડા ૧૧મા ક્રમે છે. માર્ચ ૨૦૨૦ પછી ફ્લોરિડામાં રહેતા દર ૪૦૦માંથી એક વ્યક્તિનું મૃત્યુ કોવિડ-૧૯થી થયું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ ગાળામાં કોરોના કરતાં વધુ મૃત્યુ માત્ર કેન્સર અને હૃદયરોગથી થયા હતા. દરેક રોગથી ફ્લોરિડાના લગભગ ૭૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગવર્નર રો દિસેન્તિસે માસ્ક અને વેક્સિનની ફરજ નહીં પાડવાની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું છે કે, જૂનમાં શરૂ થયેલી તાજેતરની લહેરનો સૌથી વધુ ભોગ યુવા અને સ્વસ્થ લોકો બન્યા છે. ઘણા પોલિસી અધિકારી અને ફાયરબ્રિગેડના કર્મચારી આ રોગથી મૃત્યુ પામ્યા છે.

(5:20 pm IST)