Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

બીચ પર વેકેશન માણી રહેલ કપલને લાગી અચાનક 5 કરોડની લોટરી

નવી દિલ્હી:કહેવાય છે ને કે ‘ઉપર વાલા જબ ભી દેતા હે છપ્પર ફાડકે દેતા હે.’ ઘણી વાર બને છે કે વ્યક્તિ પોતાના જીવન અને કામમાં મશગુલ હોય અને એને ખબર પડે કે તેની કિસ્મત બદલાઇ ગઇ છે. આવી જ એક મોટી ખુશખબરી એક કપલને મળી જ્યારે તેઓ બીચ પર વેકેશન મનાવી રહ્યા હતા. તેઓ મસ્ત ફરી રહ્યા હતા અને અચાનકથી તેમને ખબર પડી કે તેમને 5 કરોડની લોટરી લાગી ગઇ છે. આ ખુશ ખબર મળવાને કારણે તેમનું વેકેશન હંમેશા માટે યાદગાર બની ગયુ. જેકપોટ લોટરી જીતનાર દંપતીએ કહ્યું કે તેઓ તેમના તાજેતરના વેકેશનને ક્યારેય ભૂલશે નહીં. તેમણે વેકેશનમાં લોટરીની ટિકિટ લીધી, જેણે $ 700,000 થી વધુનું જેકપોટ ઇનામ મેળવ્યું. જો કે, આ ક્વીન્સલેન્ડ દંપતીએ તેમની ઓળખ જાહેર કરી નથી. તેણે લોટરીના અધિકારીઓને કહ્યું કે તેએ કેર્ન્સમાં રજા પર હતા તે દરમિયાન તેમણે બીચ સ્ટોર પર ગોલ્ડ લોટો માટે લોટરીની ટિકિટ ખરીદી.

આ પછી તેની ટિકિટ નંબર 33-15-22-24-18-14 ડ્રોની સંખ્યા સાથે સંપૂર્ણપણે મેળ ખાતી હતી. જેના કારણે તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું. મહિલાના પતિએ અધિકારીઓને જણાવ્યું હતું કે, અમે ગઈકાલે રાત્રે ધ લોટ એપ પર ટિકિટ ચેક કરી હતી. તેમણે કહ્યું, "અમે તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં. અમે વિચાર્યું કે તે કોઈ પ્રકારની ભૂલ હોવી જોઈએ. અમારી સાથે આવું કશું બન્યું નથી, તેથી તે સ્વપ્ન જેવું લાગ્યું.

(5:20 pm IST)