Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વિશ્વમાં કૃત્રિમ રીતે માનવજાત પર તોળાઈ રહ્યું છે સંકટ

નવી દિલ્હી: વિશ્વમાં કૃત્રિમ રીતે (મનુષ્યો દ્વારા થતી ગતિવિધિઓ-પ્રવૃત્તિઓને કારણે) તાપમાન વધી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવજાતના તમામ મોરચે તોળાઈ રહેલું એક સંકટ છે. માનવજાત અને પ્રકૃતિ એક વિનાશકારી ગરમીનો અનુભવ કરવાનાં છે, જેમાં દુકાળ, દરિયાની વધેલી સપાટી અને પ્રજાતિઓનાં સામૂહિક મોત પણ જોવાં મળશે. કેટલાંક વર્ષો દરમિયાન એક સ્થળના સરેરાશ હવામાનને ક્લાઇમેટ કહેવામાં આવે છે. આ સરેરાશ હવામાનોમાં બદલાવને ક્લાઇમેટ ચેન્જ કહેવાય છે. પણ હવે જે ઝડપે ક્લાઇમેટ ચેન્જ જોવા મળે છે તેની પાછળ માનવજાત દ્વારા ઑઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફૅક્ટરી, વાહન-વ્યવહારમાં ગૅસ અને કોલસાનો ઉપયોગ કારણભૂત છે. જ્યારે આ અશ્મિગત બળતણો બળે છે ત્યારે તે કેટલાક ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરે છે. તેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ (CO2) છે. આ બધા ગૅસ સૂર્યની ગરમીને ઘેરી લે છે, જેથી ગ્રહનું તાપમાન વધે છે. 19મી સદી કરતાં હાલ વિશ્વ 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે. એટલે કે તેનું તામપાન 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. વળી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 50 ટકા વધ્યું છે.

(5:22 pm IST)