Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ઈંગ્લેન્ડમાં રહેતા આ શખ્સને ગાડીના નંબરના કારણોસર 126 કરોડ ખર્ચવાની નોબત આવી

નવી દિલ્હી: ઘણા માણસોને નંબરનો એટલો મોટો શોખ હોય છે કે, એની પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાંખે છે. કાર કે બાઈક પર પસંદગીના નંબર માટે અલગથી ફંડ પણ રાખે છે. પણ એક વ્યક્તિએ પોતાની પસંદગીના નંબર માટે રૂ.126 કરોડ ખર્ચી નાંખ્યા છે. આમ કરવા પાછળનું કારણ પણ તેણે સ્પષ્ટ કર્યું છે. પોતાના દાદાને શ્રદ્ધાંજલી અર્પણ કરવાના હેતુંથી ઈગ્લેન્ડમાં રહેતા એક વ્યક્તિએ આટલી મોટી ધનરાશી ખર્ચી નાંખી છે.

એક રિપોર્ટ અનુસાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, વર્ષ 1902માં બર્મિંઘમમાં જ્યારે પ્લેટ જાહેર કરવામાં આવી ત્યારે ખરીદનારા વ્યક્તિઓમાં એમના દાદા દસમા વ્યક્તિ હતા. જેનું નામ ચાર્લ્સ થોમ્પસન હતું. એમનો જન્મ વર્ષ 1874માં થયો હતો. તેઓ બર્મિંઘમમાં જથ્થાબંધ સ્ટેશનરીના વેપારી હતા. ચાર્લ્સના નિધન બાદ એનો દીકરા બૈરી વર્ષ 1955માં પ્લેટનો માલિક બની ગયો. તેને પણ આ 'O 10' પ્લેટ સાથે પ્રેમ હતો. લગાવ હતો. વર્ષ 2017માં બૈરીનું પણ મૃત્યુ થયું. એમના પરિવારને લોકલ ડ્રાઈવર્સ અને વાહન લાયસન્સિગ એજન્સીએ રિટેન્શન સર્ટિફિકેટ આપ્યું.

(6:13 pm IST)