Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ઓએમજી....માત્ર 30 સેકેન્ડમાં માઉથવોશ કોરોના વાયરસને મોઢાની અંદર ખતમ કરી શકે છે:સંશોધન

નવી દિલ્હી: સામાન્ય માઉથવોશ કોરોના વાયરસને 30 સેકેન્ડમાં ખતમ કરી શકે છે. કાર્ડિફ યુનિવર્સિટીના રિસર્ચર્સનું કહેવું છે કે કેટલાક માઉથવોશમાં એક ખાસ એલિમેન્ટ હોય છે જેનાથી વાયરસ સામે લડવાના પૂરાવા મળ્યા છે. યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ થોમસે રિસર્ચને લીડ કર્યુ હતું જેમાં સામે આવ્યું કે, cetypyridinium chloride (CPC) જે માઉથવોશમાં હોય છે તે વાયરસ સામે લડી શકે છે.

      આશરે 12 સપ્તાહ ચાલેલી ટ્રાયલના રિપોર્ટનો હજુ પિયર રિવ્યૂ (peer review) કરવાનો બાકી છે પરંતુ તેના એક સપ્તાહ પહેલા કરવામાં આવેલા એક અન્ય અભ્યાસથી બળ મળ્યું છે જેમાં સામે આવ્યું કે, CPC આધારિત માઉથવોશથી કોરોના વાયરસનો લોડ ઓછો થાય છે. શરૂઆતી પરિણામો બાદ ક્લિનિકલ ટ્રાયલ માટે કરવામાં આવ્યા છે, જેમાં તે જોવા મળ્યું કે, ઓવર-ધ-કાઉન્ટર મળનાર માઉથવોશમાં પણ saliva ની અંદર રહેલા વાયરસને ખતમ કરવાની તાકાત હોય છે કે નહીં.

(6:14 pm IST)