Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ઓહ માય ગોડ ! લત એવી લાગી કે ચાર વર્ષથી આ મહિલા પાણીની જગ્યાએ પી રહી છે યુરિન

કહે છે શેમ્પેઇન જેવો આવે છે સ્વાદ

લંડન તા. ૧૮ : તમને દુનિયામાં એવા ઘણા લોકો મળશે જેમને વિચિત્ર વસ્તુઓ ખાવાની આદત છે. જોકે, તેમાંથી અમુક વિશે જાણીને તમને પણ એમ થશે કે, આવા પણ લોકો હોતા હશે. આવો જ ચોંકાવનારો કિસ્સો અમેરિકાના કોલોરાડોથી સામે આવ્યો છે. અહીં કેરી નામની એક મહિલાને પોતાનુ જ પેશાબ પીવાની ખરાબ આદત લાગી ગઈ છે. આ વાત સાંભળવામા જેટલી વિચિત્ર અને ઘૃણાસ્પદ છે તેટલી જ સાચી છે. કેરી છેલ્લા ૪ વર્ષથી પોતાનુ પેશાબ પી રહી છે. તો ચાલો જાણીએ કે, કેરીને કેવી રીતે લાગી આ આદત?

ઘણા લોકો પોતાની ખાણીપીણીને લઈને ખુબ જ ચુઝી હોય છે. તેમની પાસે તેમના પસંદના ખોરાકની લાંબી લિસ્ટ હોય છે પરંતુ, તમે ભાગ્યે જ કોઈને એવું કહેતા સાંભળ્યા હશે કે, તેમને પોતાનો જ પેશાબ પીવાનુ પસંદ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કોલોરાડોની ૫૩ વર્ષીય કેરીને પોતાનો પેશાબ પીવાનુ ખુબ જ પસંદ છે. ફકત એટલુ જ નહી તે છેલ્લા ચાર વર્ષથી પાણીની જગ્યાએ પેશાબ પીવાનુ પસંદ કરે છે.

કેરીની આ વિચિત્ર આદત વિશે જાણ્યા પછી તમારૃં મોઢું પણ બની ગયું હશે. તે દરરોજના કમ સે કમ પાંચ ગ્લાસ પેશાબનુ સેવન કરતી. તેણે છેલ્લા ચાર વર્ષમાં ૩,૪૦૦ લિટરથી વધુ પેશાબ પીધો. કેરીએ ટીએલસીના પ્રોગ્રામ 'માય સ્ટ્રેન્જ એડિકશન'માં આ વાતનો ખુલાસો કરતા જણાવ્યુ હતું કે, પેશાબ પીવાથી તેને ખૂબ જ આરામ મળે છે. કેરી કહે છે કે, તેણી તેના પેશાબમાં જે ખાય છે તેનો સ્વાદ ખુબ જ ગમે છે. તે કહે છે, તેને આ પેશાબનો સ્વાદ શેમ્પેઈન જેવો લાગે છે.

મળતી માહિતી મુજબ કેરીએ સૌથી પહેલા મેલાનોમા કેન્સરની સારવાર દરમિયાન પોતાનું પેશાબ પીવાનું શરૂ કર્યું હતું. કેન્સરના ઇલાજની આ એક પ્રાચીન પદ્ઘતિ છે. તે કહે છે કે, તેનાથી તેને ખૂબ જ ફાયદો થયો છે પરંતુ, હાલ તે તેમના માટે વ્યસન બની ગયું છે. તે કહે છે કે, હાલ તે પોતાનું પેશાબ સ્ટોર કરે છે. તે ફકત તેનું સેવન જ નથી કરતા પરંતુ, તેને વાળમાં પણ લગાવે છે. તે તેમના પેશાબનો ઉપયોગ આંખો નીચેના કાળા વર્તુળોને દૂર કરવા માટે પણ કરે છે. તેણે એક શોમાં ખુલાસો કર્યો હતો કે, જયાં સુધી તે મૃત્યુ પામશે નહીં ત્યાં સુધી તે પેશાબ પીવાનું બંધ કરશે નહીં.

(10:04 am IST)