Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વાયુ પ્રદૂષણના સંકટને નિવારવા અમેરિકા ભરવા જઈ રહ્યું છે મોટું પગલું

નવી દિલ્હી: વાયુ પ્રદુષણના સંકટને નિવારવા અમેરિકા હવે મોટું પગલું ભરવા જઈ રહ્યું છે,જે મુજબ અમેરિકી સરકાર પ્રદુષણ ફેલાવતી સ્કૂલ બસો, ડીઝલથી ચાલતી ગાડીઓ અને ક્રેનોને બેટરીથી ચલાવવાની તૈયારી શરૂ કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની સરકારે નિર્માણ અને પરિવહન જેવા વાયુ પ્રદુષણ જવાબદાર ક્ષેત્રોમાં 350 અબજ તેલરનું રોકાણ કરીને આ પરિવતન કરશે.સરકારે હાલમાં જ પાયાના માળખા વિધેરક પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં વિપક્ષનું પણ સમર્થન મળેલુ છે.

વાયુ પ્રદુષણ સંકટ નિવારણ આખા અમેરિકામાં મોટી સંખ્યામાં ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે.જેથી બેટરી સંચાલિત વાહનોને ચલાવવામાં વ્યવહારિક સમસ્યા ન આવે સરકારે જણાવ્યું હતું. કે આ ઉપાયથી સૌથી વધુ રાહત વ્યસ્ક રોડવેઝ, વિમાન મથકો, અને બંદરગાહો પાસે રહેમારા લોકોને થશે કે જેમના શ્ર્વાસમાં સૌથી વધુ પ્રદુષક ક્ષણ પહોેંચે છે.

 

(5:08 pm IST)