Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ચીનના વુહાનમાં સસલા-ઉંદરની પ્રજાતિદ્વારા મનુષ્યમાં વાયરસ ફેલાયો હોવાનું WHOનું તારણ

નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણના કેન્દ્ર અને તેના પ્રસારનું કારણ શોધી રહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મોટો ખુલાસો કર્યો છે. ડબલ્યુએચઓના નિષ્ણાતોનું કહેવું છે કે તેની તપાસમાં એવી વાત સામે આવી છે કે ચીનના વુહાન શહેરમાંથી જ વાયરસ દુનિયાભરમાં ફેલાયો છે. તેમને એ વાતના સંકેત પણ મળ્યા છે કે ચીનના વુહાનમાં વેચવામાં આવતાં સસલાં અને ઉંદરની પ્રજાતિના અમુક અન્ય જીવો દ્વારા વાયરસ માણસમાં ફેલાયો હતો.

              વુહાનની એનિમલ માર્કેટમાંથી જ વાયરસ ફેલાયો છે તે વાત પણ સ્પષ્ટ નથી. એટલું જ નહીં પ્રારંભીક રિપોર્ટમાં ચામાચીડીયા દ્વારા કોરોના ફેલાયાનો દાવો કરાયો હતો પરંતુ નિષ્ણાતોના મતે હજુ એ વાતના પણ કોઈ સંકેત મળ્યા નથી.

(6:12 pm IST)