Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક પર્સેવરેન્સ રોવરે લોંચ કર્યું

નવી દિલ્હી: અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાના પર્સેવરેન્સ રોવરે ગઈકાલે ગુરુવારે રાત્રે મંગળ ગ્રહની ધરતી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. આ ઉતરાણની સાથે જ પર્સેવરેન્સ મંગળની ધરતી પર જીવનના સંકેતો, શકયતાઓની ખોજ કરશે.ખરેખર તો એ લાલ ગ્રહ પર મનુષ્યોને વસાવવાની આશાઓને લઈને ખૂબ જ મહત્વનું પગલું છે.આ રોવર મંગળ ગ્રહની સપાટી પર સૂક્ષ્‍મ જીવી જીવનના સંકેતોની ખોજ કરશે અને સાથે સાથે તૂટી ગયેલા ખડકો અને ધૂળના નમુના એકત્ર કરશે. આ નમુનાઓને આવનારા સમયમાં ધરતી પર પરત લાવવામાં આવશે.

         એક જાણકારી અનુસાર આબીજા અભિયાનના માધ્યમથી આ નમુનાને વર્ષે 2031માં ધરતી પર પાછા લાવવામાં આવશે. મંગળ ગ્રહ પર પર્સેવરેન્સ રોવર ભૂવિજ્ઞાન અને જલવાયુનો પતો મેળવશે. મંગળ પર સંશોધન કરનારુ નાસાનું આ પાંચમું રોવર છે.આ વખતે પર્સેવરેન્સ રોવરને મંગળ ગ્રહના જેજેરો ક્રેટરમાં ઉતારવામાં આવ્યું છે, જે મંગળ ગ્રહનો દુર્ગમ વિસ્તાર માનવામાં આવે છે જેજેરો ક્રેટર એક રીતે તો ઉંડી ખીણો, પહાડો, ધારદાર કલીફ, રેતીના ઢોળાવો અને પથ્થરનો સમુદ્ર છે.

(6:12 pm IST)