Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

બાઇડેન સરકાર તરફથી થોડાક જ મહિનામાં જેલ બંધ કરવાની યોજના પર કામ શરૂ થઇ શકે છે

નવી દિલ્હી: બાઈડેન સરકાર તરફથી રિવ્યૂ શરૂ કર્યા બાદ હવે થોડા અઠવાડિયા કે કેટલાક મહિનાઓમાં જેલ બંધ કરવાની યોજના પર કામ શરૂ થઈ જશે. જોકે જેલ પૂરી રીતે બંધ કરવામાં સમય લાગી શકે છે. જો બાઈડેને ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ આ જેલને બંધ કરવા માંગે છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગ્વાંતાનામો બે જેલને બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. માનવાધિકાર સંગઠન ગ્વાંતાનોમ બે જેલની નિંદા કરતું રહ્યું છે.

કેટલાક લોકોનું એમ પણ માનવું છે કે ગ્વાંતાનામો બે જેલની ઉપસ્થિતિ અમેરિકાની વૈશ્વિક છબી અનુસાર એક ડાઘની જેમ છે. 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા હુમલા બાદ ગ્વાંતાનામો બે જેલને તૈયાર કરવામાં આવી હતી. અલગ અલગ ગુનાઓને લઈને, મોટાભાગે વિદેશી લોકો આ જેલમાં બંધ છે. આ જેલમાં બંધ કર્યા બાદ કેટલાક લોકોને છોડવામાં પણ આવ્યા છે, પરંતુ કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જેલમાં કેદીઓને સખત પૂછપરછ અને ટૉર્ચરનો સામનો કરવો પડે છે.

(6:13 pm IST)