Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

પ્લાસ્ટિકના કચરાને નાબૂદ કરવા માટે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું એક અનોખું મશરૂમ

નવી દિલ્હી: 1950 થી, માણસોએ અત્યાર સુધી પૃથ્વી પર 9 અબજ ટન એટલે કે 816 કરોડ કિલોગ્રામ પ્લાસ્ટિક બનાવ્યું છે. તેમાંથી માત્ર 9 ટકા જ રિસાયકલ કરવામાં આવ્યું છે. 12 ટકા બળીને રાખ થઈ ગયા. પરંતુ બાકીના પ્લાસ્ટિકમાંથી 79 ટકા પ્લાસ્ટીક ન તો બળી શક્યું ન રિસાઇકલ થઇ શક્યું. આ પ્રકૃતિ માટે ખતરો છે. હવે વૈજ્ઞાનિકોએ એવું મશરૂમ શોધી કાઢ્યું છે જે પ્લાસ્ટિક ખાય છે. તે કાર્બનિક સામગ્રી બનાવવા માટે પ્લાસ્ટિકનો વપરાશ કરે છે. એટલે કે, ભવિષ્યમાં પ્લાસ્ટિકના કચરાથી છૂટકારો મળી શકે છે. આ મશરૂમનું નામ પેસ્ટાલોટોપ્સિસ માઇક્રોસ્પોરા (Pestalotiopsis microspora) છે. આ મશરૂમ્સ પ્લાસ્ટિકની સામગ્રી, Polyurethane ખાય છે અને તેને જૈવિક પદાર્થમાં રૂપાંતરિત કરે છે. તે પણ કુદરતી રીતે. એટલે કે, આ મશરૂમનો ઉપયોગ ભવિષ્યમાં પ્લાસ્ટિકના કચરાથી છૂટકારો મેળવવા માટે થઈ શકે છે. પર્યાવરણવિદોનું માનવું છે કે જો આ મશરૂમને પ્લાસ્ટિકના કચરાની ટોચ પર બનાવવામાં આવે, તો થોડા સમયમાં જ ત્યાં ઘણાં જૈવિક પદાર્થો એકઠા થઇ જશે, જેનો ઉપયોગ ખાતર તરીકે થઈ શકે છે. કારણ કે આ મશરૂમ કુદરતી ખાતરની જેમ વર્તી રહ્યું છે. તે આપણા પૃથ્વીની સફાઈ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે

(5:45 pm IST)