Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ઇઝરાયલના લોકોને મળ્યો માસ્ક પહેરવાથી છુટકારો

નવી દિલ્હી: આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દુનિયાના કેટલાક દેશો કોરોના સામે ઝડપથી જીત મેળવી રહ્યા છે. ત્યારે ઇઝરાયેલે પણ કોરોના સામે મોટી સફળતા મેળવી છે. ઇઝરાયેલે એક વર્ષ પછી હવે ઘરમાંથી બહાર નીકળવા માટે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ હટાવી દીધો છે. દેશમાં રસી મેળવવા માટે લાયક 80 ટકા જનતાને કોરોનાની વેક્સીન લગાવી દીધા બાદ ઈઝરાયેલ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. ઇઝરાયેલ તરફથી રવિવારે ફરજિયાત માસ્કના નિયમને રદ કરાયો હતો. આ પગલાને ઇઝરાયેલની કોરોના સામે મોટી જીતના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

ઇઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રી યૂલી ઇડેલસ્ટેઇને ગુરુવારે કહ્યુ કે, ઇઝરાયેલમાં વેક્સીન લગાવ્યા બાદ કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઓછું થઈ ગયું છે. આથી હવે પ્રતિબંધોમાં છૂટ આપવાનું શક્ય બન્યું છે. જોકે, તેમણે એવું પણ કહ્યું કે, હાલ ઑફિસની અંદર માસ્ક પહેરી રાખવું પડશે.

(5:48 pm IST)