Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

આ છે દુનિયાનો સૌથી ગરમ પ્રદેશ:તાપમાન રહે છે 56.7 ડિગ્રી:માત્ર આટલો જ વરસાદ પડે છે

નવી દિલ્હી: ભારતમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વરતાવી રહી છે પરંતુ દુનિયામાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ ઉત્તર અમેરિકામાં આવેલા ડેથવેલી નામના સ્થળે તા 10 જુલાઇ 2013 માં 56.7 ડિગ્રી નોંધાયેલો જેના કારણે આજે પણ આ સ્થળ પૃથ્વી પરની સૌથી વધારે ગરમ માનવામાં આવે છે. ડેથવેલીનું  વિક્રમજનક તાપમાન ડેથવેલીના ગ્રીનલેન્ડ રેંચ નામના સ્થળ પરથી માપવામાં આવ્યું હતું. 2013માં 8 થી 14 જુલાઇ ડેથવેલીના ઇતિહાસમાં સૌથી હોટેસ્ટ સ્પેલ રહેલો જેમાં સળંગ ત્રણ દિવસ 130 ડીગ્રી ફેરનહિટ રહયું હતું. ડેથવેલીનું રાત્રે પણ તાપમાન 30થી 35 ડિગ્રી જેટલું રહે છે. જયારે દિવસનું સરેરાશ તાપમાન 46 થી 48 જેટલું રહે છે આટ આટલી કાળઝાળ ગરમી છતાં  વરસાદ ૨ ઉંચ જેટલો નહિંવત પડે છે. જો કે 2004માં ડેથવેલીમાં 6.4 ઇંચ જેટલો રેકોર્ડ તોડ વરસાદ પડતા પુર આવ્યું હતું. આથી જુદી જુદી પ્રજાતિઓના જીવજંતુઓનો પરિચય કરાવતા નેશનલપાર્કને 9 દિવસ બંધ રાખવો પડયો હતો. ડેથવેલીની વિન્ટર અને સ્પ્રીગ ખુબજ ખૂશનુમા હોય છે. ડેથવેલીનું ઊંચા તાપમાન માટે તેનો સેપ અને ઉંડાણ પણ જવાબદાર છે. અહીંના પથ્થરો ગરમ થઇને જયારે ગરમી વાતાવરણમાં પાછી ફેંકે ત્યારે ભઠીમાં શેકાવાનો અનુભવ થાય છે. બીજુ કે કેલિફોર્નિયામાં આવેલું આ સ્થળ દરિયાની સપાટીથી 282 ફુટ નીચે છે.

 

(6:28 pm IST)