Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોજા વગર શૂઝ પહેરવાથી તમારા પગમાં ઇન્ફેક્શન થઇ શકે છે. આવું કરવાથી તમારી આંગળીઓની વચ્ચે ખરજવું થઇ શકે છે

આજકાલની જનરેશનને મોજા વગર શૂઝ પહેરવાની આદત હોય છે. કેટલાક લોકોને શૂઝ પહેરવા ઓફિસમાં કમ્પલસરી હોય છે, પરંતુ તેમને શૂઝ પહેરવા ગમતા ન હોવાથી તેઓ મોજા વગર જ શૂઝ પહેરી લે છે. તો કેટલાક લોકો આળસમાં કે કેટલાક જલ્દી જલ્દીમાં મોજા પહેરવાનું ભૂલી જાય છે. તો કેટલાક લોકો મોજા પહેરવાથી ગરમી થતી હોવાથી પહેરતા થી. પણ આવું કરતા હોય તો આજે આ આદત બદલી નાખજો. તમારી આ આદત તમને બીમારીઓ કરાવી શકે છે.

મોજા વગર જૂતા પહેરવાથી પગમાંથી દુર્ગંધ પણ આવે છે. એક્સપર્ટસનું કહેવું છે કે પગ સાથેની સમસ્યાઓથી પરેશાન લોકોનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક લોકોની એવી આદત હોય છે કે તેઓ મોજા વગર જ જૂતાં પહેરી લે છે. જોકે, એક્સસપર્ટની સલાહ અનુસાર આ આદત પગ માટે બિલકુલ સારી નથી હોતી. આવું કરવાથી તમારા પગમાં ઇન્ફેક્શન થઇ શકે છે. આવું કરવાથી તમારી આંગળીઓની વચ્ચે ખરજવું થઇ શકે છે.

પગમાં પરસેવો થવાથી ચામડીમાં ભેજ વધે છે. જેથી ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધે છે. જેથી ખરજવું, આંગળીઓ વચ્ચે ખંજવાળ વગેરે સમસ્યાઓ થાય છે. પરંતુ મોજા પહેરવાથી આવી સમસ્યા નથી રહેતી. મોજાથી પરસેવો શોષાઇ જાય છે, જેથી ઇન્ફેક્શનથી બચી શકાય છે.

જો તમારા પગની એડી ખુલ્લી હોય તો પણ વધારે પડતો પસીનો થઈ શકે છે. જો ખરાબ ગુણવત્તાયુક્ત જૂતાંમાં મોજા પહેર્યાં ના હોય તો ફંગલ ઇન્ફેક્શન થઇ શકે છે. જેથી પગને લગતી મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.

મોટાભાગના જૂતાં લેધર અથવા કૃત્રિમ પદાર્થના બનાવવામાં આવે છે. જેથી જૂતાંની અંદર હવા પસાર થઇ શકતી નથી. તેથી જો પરસેવો અને બેક્ટેરિયા ભેગા થાય તો તમારા પગમાં ફોલ્લાં પણ થઇ શકે છે. તેથી હંમેશા મોજા પહેરવાની આદત રાખો.

(4:36 pm IST)