Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

મનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ'

બ્રિટનમાં એક મહિલાએ બ્રેક બાદ અન્‍ય પાર્ટનર શોધવાના બદલે સ્‍પર્મ ડોનર પાર્ટી યોજીને પસંદગીનું બાળક મેળવવાનું પસંદ કર્યું : મહિલાએ પાર્ટીમાં આમંત્રિત મહેમાનોને તેમની પસંદગીનો સ્‍પર્મ ડોનર પસંદ કરવાનું કહ્યું હતું : હાલમાં મહિલા ગર્ભવતી છે અને તે સપ્‍ટેમ્‍બરમાં બાળકને જન્‍મ આપવા જઈ રહી છે

લંડન,તા. ૧૯ : બ્રિટનમાં એક સિંગલ મહિલાએ માતા બનવા માટે જે કર્યું તે જાણીને કોઈ પણ આヘર્યમાં મૂકાઈ જશે. આ મહિલાએ બાળક પેદા કરવા માટે ‘પિન ધ સ્‍પર્મ ઓન ધ યુટેરસ'નું આયોજન કર્યું હતું. હાલમાં આ મહિલા ગર્ભવતી છે અને આગામી દિવસોમાં માતા બનવાની છે. મિરરના અહેવાલ પ્રમાણે ૩૩ વર્ષીય લોલા જિમેનેઝે આ પાર્ટીનું આયોજન કર્યું હતું.

કાયદાની વિદ્યાર્થી એવી લોલાએ બાદમાં મહેમાનોને અમેરિકન સ્‍પર્મ બેંક ડેટાબેઝમાંથી તેમને ગમતો ડોનર પસંદ કરવાનું કહ્યું હતું. લાલા લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી હતી પંરતુ નવેમ્‍બર ૨૦૧૯માં તેનું બ્રેક અપ થયા બાદ તેણે એકલા જ રહેવાનું પસંદ કર્યું હતું અને ઓગસ્‍ટ ૨૦૨૦માં પોતાનો ડોનર પસંદ કર્યો હતો.

હવે તે સપ્‍ટેમ્‍બરમાં બાળકને જન્‍મ આપવા જઈ રહી છે. તેણે જણાવ્‍યું હતું કે, નાનપણથી મારો લક્ષ્યાંક લગ્ન કરીને પરંપરાગત પરિવાર રાખવાનો રહ્યો હતો. જોકે, તે મારી ઈચ્‍છા પ્રમાણે થયું નથી. જયારે મારું બ્રેક અપ થયું ત્‍યારે હું ૩૧ વર્ષની હતી અને મને લાગતું હતું કે મારે એક બાળક હોવું જોઈએ.

મેં હંમેશા મારી જાતને કહ્યું હતું કે જો હું ૩૫ વર્ષ સુધી સિંગલ રહીશ તો હું એકલી જ માતા બનીશ અને તેથી જ મેં અન્‍ય કોઈને શોધવા પાછળ સમય વેડફ્‌યો નથી. સ્‍પર્મ પાર્ટી ઘણી સારી રહી કેમ કે તે પાર્ટીમાં મારા જીવનમાં મહત્‍વની હોય તેવી બધી જ મહિલાઓ તેમાં સામેલ થઈ હતી. મેં મારા નાનપણના ફોટો મૂક્‍યો હતો અને તેઓને બ્‍લોન્‍ડ હેર અને બ્‍લુ આઈઝ ધરાવતો ડોનર પસંદ કરવાનું કહ્યું હતું કેમ કે હું મારા જેવું દેખાતું બાળક ઈચ્‍છતી હતી.

સાઉથ વેસ્‍ટ લંડનમાં રહેતી લોલા સિંગલ હોવાથી એનએચએસ એ તેની આઈવીએફ ટ્રીટમેન્‍ટ કરવાની ના પાડી હતી અને તેથી તેણે પ્રાઈવેટ ક્‍લિનિકમાં સારવાર શરૂ કરાવી હતી. તેના ડોક્‍ટરે પણ તેને ના પાડી હતી કેમ કે તે સિંગલ છે.

(10:37 am IST)