Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ કોરોનાના કેસ આવતા હોવા છતાં મોટાભાગના પ્રિતબંધ હટાવી લેવામાં આવ્યા

નવી દિલ્હી: બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 54 હજારથીવધુ કોરોનાના કેસ આવ્યા છે તેમ છતાં બ્રિટનમાં આજથી મોટાભાગનાં કોરોના પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે વૈજ્ઞાનિકોએ આ બાબતનું દુનિયા માટે ખતરો બતાવી છે. આ અંગેની વિગત એવી છે કે બ્રિટનમાં હજી કોરોના સંક્રમણ રોકાયુ નથી અને સંક્રમણનો દર વધી રહ્યો છે ત્યારે આજથી બ્રિટનમાં મોટાભાગનાં કોરોના પ્રતિબંધો હટાવાઈ રહ્યા છે તેને વિપક્ષી દળો અને વૈજ્ઞાનિકોએ ઘાતક પગલુ ગણાવ્યુ છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધો હટાવવાથી અહી કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવશે. બ્રિટનમાં ઝડપથી ચાલી રહેલા રસીકરણ છતા પણ શુક્રવારે 51870 સંક્રમીતો મળ્યા હતા. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમીતોનાં સંખ્યા વધીને 54674 થઈ ગઈ છે. અર્થાત ત્રણ દિવસમાં 2804 વધુ સંક્રમીત બન્યા. બીજી બાજુ બ્રિટનનાં સ્વાસ્થ્ય અધિકારીઓનું માનીએ છીએ તો, કોરોના વાયરસનાં ડેલ્ટા વેરીએન્ટના કારણે દેશમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે.

(6:00 pm IST)