Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

કેલિફોર્નિયામાં રહેતા બોબ મેટોર નામના શખ્સે 95વર્ષની વયે એક લાખ માઈલનું સાયકલિંગ કરી રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: કેલિફોર્નિયામાં રહેતા બોબ મેટોર નામના 95 વર્ષના દાદા જયારે નોકરીમાંથી રિટાયર્ડ થયા ત્યારે તેમણે એક નવું રોજીંદું કામ હાથમાં લીધું હતું. છે પોતાના પેશનને ફોલો કરવાનું. 1990ની સાલમાં તેમણે રિટાયરમેન્ટ લીધું પછી તેમણે રોજ 9 માઈલનું સાઈકલીંગ કરવાનું ડિસાઈડ કરેલું. શિરસ્તો તેમણે 90ના દાયકામાં પ્રવેશ્યા પછી પણ ચાલુ રાખ્યો.

             રોજ સાઈકલીંગ કરવાની તેમની આદતને કારણે સ્થાનિકોમાં તેમનું નામ પડી ગયું બાઈસિકલ બોબ. ગયા અઠવાડિયે તેમણે એક લાખ માઈલનું સાઈકલીંગ પુરું કર્યું હતું. દાદાએ હજી પણ રોજ નવ માઈલનું સાઈકલીંગ કરવાનું ચાલુ રાખ્યું છે. તેમની ઈચ્છા તો છે કે જીવે ત્યાં સુધી નિયમમાં કોઈ બાંધછોડ થાય.

(6:29 pm IST)