Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

આ દેશમાં ગાડીમાં ઇંધણ પૂરું થઇ જવા પર દંડ ફટકારવામાં આવતો હોવાનો કાયદો

નવી દિલ્હી: દુનિયામાં એક એવો દેશ છે જ્યાં ગાડીમાં ઈંધણ ખલાસ થઈ જવાને ગુનો ગણવામાં આવે છે અને તે માટે ડ્રાઈવરને સજા કે દંડ ફટકારવામાં આવે છે. જર્મનીમાં તમે કોઈ પણ રફ્તાર પર ગાડી ચલાવો, તેને ગુનો માનવામાં આવતો નથી પરંતુ જો અધવચ્ચે રસ્તામાં ગાડીનું ઈંધણ પુરુ થઈ ગયું તો તેને ગુનો માનવામાં આવે છે અને તે માટે તમને સજા મળી શકે છે કે પછી દંડ પણ ભરવો પડી શકે છે.

        સિવયા જર્મનીમાં આવો એક અજીબ નિયમ છે જેમાં વ્યક્તિ ફોન ઉઠાવતાની સાથે હેલો બોલી શકતા નથી. અહીં જર્મનીમાં લોકો હેલોની જગ્યાએ પોતાનું નામ બોલે છે. તેમજ જર્મનીમાં એડવાન્સમાં જન્મદિવસની શુભકામના આપવી અશુભ માનવામાં આવે છે અહીં માત્ર જન્મદિવસના દિવસે શુભકામના આપવામાં આવે છે.

(5:42 pm IST)