Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ઉત્ત્।ર કોરિયામાં માદા ચિંપાંઝી હતી ચેનસ્મોકરઃ દિવસની ૪૦ સિગારેટ પીવાની હતી ટેવઃ ફરિયાદ દાખલ થતા સ્મોકિંગની ટેવ છોડાવવામાં આવી

સીઉલ,તા. ૨૦: તમે માણસોને સિગરેટ પીતા જોયા હશે પરંતુ શુ એક પ્રાણીને સિગરેટ પીતા જોયુ છે. વાત માન્યામાં ન આવે કે પ્રાણી સિગરેટ કેવી રીતે પીવે. પરંતુ આ વાત સાચી છે.  ઉત્ત્।ર કોરિયાના એક પ્રાણીસંગ્રહાલયમાં માદા ચિંપાંઝી રોજની ૪૦ સિગરેટ પીવે છે. છેને નવાઇની વાત.  માણસ સિગરેટ પીવે કે પ્રાણી, સિગરેટ પીવી આરોગ્ય માટે નુકસાનકારક છે. પરંતુ એકવાર લત લાગી ગયા પછી તેને છોડવી મુશ્કેલ બની જાય છે. ત્યારે આવી જ લત આ માદા ચિંપાંઝીને પણ હતી. એક બે નહી પરંતુ ૪૦ સિગરેટ પી જતી હતી. પ્રાણી સંગ્રહાલયમાં મનોરંજન માટે ચિંપાંઝીને સિગરેટ પીતા શીખવવામાં આવી હતી.અને ધીરે ધીરે તેને લત લાગી ગઇ. જો કે હાલમાં આ ચિંપાંઝીને સિગરેટની આદત છોડાવી દેવામાં આવી છે. પરંતુ હાલમાં પણ આ ચિંપાંઝીને જોવા દ્યણા લોકો આવે છે.

સિગારેટ પીતા ચિંપાંઝીનું નામ અજાલિયા છે.  તેની ઉંમર ૨૫ વર્ષ છે. તે હાલમાં કોરિયાના પ્યોંગયાંગ પ્રાણીસંગ્રહાલયમાં રહે છે. તે લોકોમાં ઘણી ફેમસ છે. તે એક જ દિવસમાં ૪૦ જેટલી સિગારેટ પી જતી હતી. તે ચેઇનસ્મોકરની જેમ સિગારેટના ધુમાડાની રીંગ પણ બનાવતી હતી. અજાલિયાને લાઇટરથી સિગારેટ સળગાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તે અન્ય વ્યકિત દ્વારા ફેંકવામાં આવેલી સિગરેટથી પણ પોતાની સિગારેટ સળગાવી શકતી હતી, પ્રાણીસંગ્રહાલયમાં આવનાર લોકોમાંથી કોઇ તેને સિગારેટ આપે તો તે પણ પીતી હતી. તે સારો ડાન્સ પણ કરી શકતી હતી આ કારણથી જ મોટી સંખ્યામાં લોકો પ્રાણીસંગ્રહાલયમાં આવતા હતા.

પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સના અધ્યક્ષ ઇંગ્રિડ ન્યૂકિર્કના જણાવ્યાનુસાર, લોકોના મનોરંજન માટે એક ચિંપાંઝીને જાણીજોઇને સ્મોકિંગની આદત પાડવી ખરાબ બાબત છે. જો કે પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓનુ કહેવુ છે કે માદા ચિંપાંઝી સિગરેટના ધુમાડાને અંદર નથી ખેંચતી પરંતુ બહાર કાઢે છે. જો કે ઘણી ફરિયાદો બાદ અંતે અજાલિયાને સિગારેટ પીવાની આદત છો઼ડાવી દેવામાં આવી.

(10:05 am IST)