Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ઘરના લોકો સાથે વધારે સમય પસાર કરવાથી પરેશાન થયેલ આ શખ્સે પોતાની જાતને પોલીસને હવાલે કરવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી: કોરોના મહામારીએ ઘણાં લોકોને પોતાના પરિવારો સાથે સારો સમય વિતાવવા માટે અવસર આપ્યો છે. તો કેટલાક એવા પણ છે જે આ સમયનો ઉપયોગ પોતાને શોધવામાં કરી રહ્યા છે. જોકે દરેકનું ઘરમાં રહેવું સારું ન રહ્યું, કેટલાક એવા પણ લોકો છે જેમની પોતાની અલગ ચાહત છે. જ્યાં તેમને શાંતિ અને આરામ મળી શકે. તો એક શખ્સ એવો પણ છે જે પોતાના ઘરના લોકો સાથે વધારે સમય વિતાવવાથી પરેશાન થઈ ગયો અને આ કારણે તેણે પોતાને પોલીસને હવાલે કરવાનો નિર્ણય લીધો છે.

            એ શખ્સની હજુ ઓળખ થઈ શકી નથી, પરંતુ તેણે બુધવારે બર્ગસ હિલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને પોતાને પોતાની ઇચ્છાથી પોલીસને હવાલે કરી દીધો, કેમકે તેને લાગ્યું કે ઘરમાં રહેવાથી સારું છે કે તે જેલમાં રહેનારા લોકો સાથે રહે. તે ઈચ્છતો હતો કે શાંતિ મળે, જે તેમના કુટુંબીજનો માટે કોઈ સપના જેવુ હશે. સક્સેસ નેબરહુડ પોલીસિંગ ઇંસ્પેક્ટર ડેરેન ટેલરે કહ્યું કે, એ શખ્સ જેલમાં પાછો જવા માંગતો હતો અને તેણે બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે પોતાને પોલીસના હવાલે કરી દીધો હતો.

(5:41 pm IST)