Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રશિયાની વાયુસેનાએ સીરિયામાં એર સ્ટ્રાઇક કરતા 200 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો

નવી દિલ્હી: રશિયન વાયુસેનાના લડાકુ વિમાનોએ કરેલી એર સ્ટ્રાઈકમાં ઈસ્લામિક સ્ટેટના 200 જેટલા આતંકીઓનો ખાત્મો થયો હોવાના અહેવાલો મળ્યા છે. રશિયાના લડાકુ વિમાનોએ પલમાયરાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસ્લામિક સ્ટેટના બેઝને ટાર્ગેટ બનાવીને સંખ્યાબંધ મિસાઈલ્સ લોન્ચ કરી હતી. દરમિયાન સિરિયામાં રશિયન સેનાની આગેવાની કરી રહેલા રિયલ એડમિરલ કારપોવે પણ આ હુમલાને સમર્થન આપ્યુ છે. જે બેઝ પર હુમલો કરાયો છે ત્યાં આંતકીઓ વિસ્ફટકો તૈયાર કરતા હતા.આ બાબતની જાણકારી રશિયાને મળી હતી. રશિયાએ આ બેઝ તબાહ કરવા માટે વાયુસેનાના લડાકુ વિમાનોનો ઉપયોગ કર્યો હતો. રશિયાએ દાવો કર્યો છે કે, હુમલામાં 200 આતંકવાદીઓ ઉપરાંત બે મકાનો, ભારે મશિનગનોથી સજ્જ 24 ટ્રકો, 500 કિલો વિસ્ફોટકોનો ખાતમો બોલી ગયો છે. વિસ્ફોટક હથિયારો બનાવવા માટેનુ બીજુ મટિરિયલ પણ નષ્ટ કરવામાં આવ્યુ છે. આતંકીઓનો ઈરાદો સિરિયામાં થનારી ચૂંટણી પહેલા અસ્થિરતા ઉભી કરવાનો હતો.

(6:01 pm IST)
  • કોરોનાના વધતા કહેરને લઈ યુજીસી નેટની (UGC Net May Exam 2021) પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, અત્યારના કોરોનાકાળ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષા તથા કલ્યાણને ધ્યાનમાં રાખી મેં ડગ NTA ને યુજીસી નેટ ડિસેમ્બર સાયકલની પરીક્ષા સ્થગિત કરવાની સલાહ આપી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરાશે. access_time 9:43 pm IST

  • દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં ગતરાત્રે 10 વાગ્યાથી 1 સપ્તાહના લોકડાઉનની ઘોષણા પછી રાત્રે આનંદ વિહાર બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશન પર સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતીય કામદારો, બીકના માર્યા પોતાના વતન જવા ઉમટી પડ્યા હતા access_time 10:00 am IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 764 અને ગ્રામ્યના 86 કેસ સાથે કુલ રેકર્ડબ્રેક 850 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકોમાં ફેલાયો ફફડાટ access_time 7:44 pm IST