Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ઓએમજી......આ દેશની સરકારી સિસ્ટમને હેકરોએ 1 મહિનાથી કરી રાખી છે ઠપ્પ

નવી દિલ્હી: 51 લાખની વસ્તી ધરાવતો એક મધ્ય અમેરિકી દેશ છેલ્લા એક મહિનાથી સાયબર એટેક કરતી ગેંગથી પરેશાન છે. આ દેશનું નામ કોસ્ટારિકા છે.સુંદર દરિયાકાંઠો ધરાવતો પ્રવાસન સ્થળ તરીકે ફેમસ કોસ્ટારિકા દેશના નવા રાષ્ટ્રપતિ રોડ્રિગો ચાવ્સના જણાવ્યા અનુસાર એક સાઇબર ગેંગે સમગ્ર દેશની સરકારી સિસ્ટમને ઠપ્પ કરી દીધી છે. જેમાં ઓનલાઇન ટેકસ કલેકશનની વેબસાઇટનો પણ સમાવેશ થાય છે. આ ગેંગનું નામ કોન્ટી રેનસમવેર ગેંગ છે. પોતાનો દેશ આ સાઇબર ગેંગ સામે ફાઇટ આપી રહયો છે.  કોસ્ટારિકાના લોકલ મીડિયાનું માનવું છે કે પોતાનો દેશ એક યુધ્ધ લડી રહયો છે એમાં જરાં પણ અતિશયોકિત નથી. આ એક આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ છે જે આજકાલ કોસ્ટારિકામાં એકટિવ છે. કોસ્ટારિકામાં પણ કેટલાક તત્વો દેશ વિરોધી કોન્ટી સાઇબર ક્રિમનલ્સ ગેંગ સાથે મળી ગયા છે. ગત એપ્રિલથી જ સાયબર એટેકે સરકારી એજન્સીઓની સિસ્ટમને ડિસેબલ કરી નાખી છે. આ ગેંગ ખંડણી પેટે 2 કરોડ ડોલરની માંગણી કરી રહી છે. જયાં સુધી નાણા નહી મળે ત્યાં સુધી સમાધાન કરવા તૈયાર નથી. આથી દેશમાં ઇમરજન્સી લાગુ પાડવામાં આવી છે.

 

(7:24 pm IST)