Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ઉતરી વઝિરિસ્તાનમાં થયેલ આતંકી હુમલામાં ચાર લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: પાકિસ્તાનના આતંકવાદ પ્રભાવિત ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓએ એક કાર પર હુમલો કર્યો, જેમાં ચાર સામાજિક કાર્યકરોના મોત થયા. આ કામદારો વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં રોકાયેલા યુવા સંગઠનના સભ્યો હતા. આ હુમલો મિરાલી તહસીલના હૈદરખેલ વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ, બે મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા શખ્સોએ ચાલતી કાર પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં ચાર લોકોના મોત થયા હતા. આ તમામ સામાજિક સંસ્થા 'યુથ ઓફ વઝીરિસ્તાન' સાથે સંકળાયેલા હતા. મૃતકોની ઓળખ વકાર અહમદ દાવર, સુનૈદ અહમદ દાવર, અમદ દાવર અને અસદુલ્લાહ તરીકે થઈ છે. વઝિરિસ્તાનમાં જરબ-એ-અઝબ લશ્કરી કાર્યવાહી બાદ રચાયેલ યુથ ઑફ વઝિરિસ્તાન, આતંકવાદ પ્રભાવિત પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરે છે. અહેવાલ મુજબ, આ સંગઠને ટાર્ગેટ કિલિંગના વિરોધમાં ધરણા પણ કર્યા હતા. આ દરમિયાન, અન્ય એક કેસ નોંધવામાં આવ્યો છે. જ્યાં ટોચી નદી પાસે એક બજારમાંથી અપહરણ કરાયેલા બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મિરાલીના લોકોના જણાવ્યા અનુસાર અજાણ્યા બંદૂકધારીઓએ બજારમાંથી બે લોકોનું અપહરણ કર્યું હતું. હજુ સુધી કોઈ જૂથે આ હત્યાની જવાબદારી લીધી નથી.

 

(6:53 pm IST)