Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અમેરિકામાં ગયા વર્ષે લગભગ 4 કરોડ બંદુકો વેચાઈ હોવાની માહિતી

નવી દિલ્હી: વર્ષ 2020માં રંગભેદ વિરોધી પ્રદર્શન દરમિયાન બે લોકોની હત્યા બાબતે કાઈલ રિટેનહાઉસને ગયા વર્ષે નવેમ્બરમાં કોર્ટ દ્વારા મુક્ત કરી દેવાયાના થોડા કલાક પછી ફ્લોરિડાના એક ગન ડીલરે એસાલ્ટ રાઈફલ લહેરાવતા વ્યક્તિની ઈમેજનો એવા નારા સાથે પ્રચાર કર્યો કે - ‘મર્દો વચ્ચે અસલ મર્દ બનો’. જોકે, રિટેનહાઉસે બે વ્યક્તિની હત્યા કરી હતી, ત્યારે તે સગીર વય (17 વર્ષ)નો હતો. હકીકતમાં અમેરિકામાં ફાયર આર્મ્સ ઈન્ડસ્ટ્રી હથિયારોનું વેચાણ વધારવા માટે વર્ષોના રિસર્ચના આધારે વસતીના વિશેષ સમૂહ પર ફોકસ કરે છે. ગન કંપનીઓએ છેલ્લા વીસ વર્ષમાં પોતાના બજારનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું છે. તેમનું આત્મસુરક્ષા, સ્વાભિમાન, મર્દાનગી અને ડરની ભાવનાઓ પર આધારિત તેમનું વેચાણ અભિયાન અત્યંત સફળ રહ્યું છે. વર્ષ 2000માં દેશમાં 85 લાખ ફાયરઆર્મ્સ વેચાયા હતા. અપરાધની આશંકાથી પ્રભાવિત મહિલાઓ સૌથી વધુ બંદૂક ખરીદનારા વર્ગમાં સામેલ છે. બંદૂક નિર્માતાઓ, વકીલો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ અમેરિકાના એક મોટા વર્ગને વિશ્વાસ અપાવ્યો છે કે, તેમની પાસે એક બંદૂક તો હોવી જ જોઈએ. ગયા મહિને હ્યુસ્ટનમાં નેશનલ રાઈફલ એસોસિએશનના સંમેલનમાં મિસોરીના એક બંદૂક નિર્માતા બ્લેક રેન આર્ડનન્સે એનઆર-15 સ્ટાઈલની બંદૂકને બીઆરઓ-ટાયરન્ટ(અત્યાચારી) અને બીઆરઓ-પ્રોડેક્ટર (શિકારી) નામે રજૂ કરી છે. અન્ય ડઝનબદ્ધ નિર્માતાઓ, ડીલરોએ પણ આવો જ પ્રચાર કર્યો છે. વારંવાર સામુહિક ગોળીબારની ઘટનાઓએ ઈન્ડસ્ટ્રી અને તેના સહયોગીઓ માટે તકો પેદા કરી છે. 2012માં સેન્ડીહૂક સ્કૂલ હત્યાકાંડ પછી બંદૂકોના વેચાણમાં તીવ્ર વધારો નોંધાયો છે.

 

(6:54 pm IST)