Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પેરિસમાં 82 વર્ષના મહિલાએ 24 કલાકમાં 125 કિમિ દોડ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: પ્રબળ ઇચ્છાશકિત અને આત્મવિશ્વાસ હોયતો કશું પણ અશકય નથી. આ વાત 82 વર્ષના મહિલાએ 24 કલાકમાં 125 દોડીને સાબીત કર્યુ છે. લાકડીના ટેકે ચાલવાની ઉંમરે તાજેતરમાં આટલી દોટ લગાવવી કોઇ ચમત્કારથી કમ નથી. આ હિંમતવાન મહિલાનું નામ બાર્બરા હમબર્ટ છે ફ્રાંસના વેલ ડી ઓઇસમાં રહે છે. આ કારનામો કરનારી મહિલાનું નામ બારબરા હમબર્ટ છે. જે ફ્રાંસના વેલ ડી ઓઇસમાં રહે છે. ફ્રાંસના એક અખબારમાં જણાવ્યા અનુસાર આ મહિલા માને છે કે પોતે દોડે છે ત્યારે આઝાદીનો અનુભવ કરે છે. જો કે આ વખતે 24 કલાક મેરેથોન દોડમાં પ્રમાણમાં સૂસ્તી અને ઉંઘનો અનુભવ થયો હતો. ખોરાક લેવામાં અને પાણી પીવામાં પણ તકલીફનો અનુભવ થતો હતો. ફિનિશિંગ લાઇન પુરી કરી ત્યારે બીજી પણ કેટલીક સમસ્યાઓ નડી તેમ છતાં  125 કિમી દોડવાનું ચુકયા ન હતા.  તેમના હસબન્ડ આજે પણ દોડ સ્પર્ધામાં ભાગ લેવાનું મોટીવેશન આપતા રહે છે. શીખવાની અને સિદ્દિ મેળવવાની કોઇ ઉંમર હોતી નથી. શારીરિક અને માનસિક રીતે ફિટ રહી શકાય છે તે વાત સાબીત કરી છે, દુનિયા ભરમાં 82 વર્ષની મહિલાની ફિટનેસ અને ડેડીકેશનની ચર્ચા ચાલી રહી છે. 

(6:55 pm IST)