Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કોરોના મહામારીથી બચવામાં માત્ર આ દેશ સફળ રહ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીથી વિશ્વભરમાં સ્થિતિ ખરાબ છે. પહેલી અને બીજી લહેર પછી હવે કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. વર્ષ 2020ની જેમ જ 2021માં પણ ઘણાં દેશોમાં હજારો લોકોના મોત કોરોના સંક્રમણથી થયા છે. તેમાં પણ યૂરોપીય દેશો કોરોના સંક્રમણથી ખાસ્સા પ્રભાવિત થયા છે. પણ તેની વચ્ચે એક એવો દેશ પણ રહ્યો છે, જે કોરોનાની મારથી બચવામાં સફળ રહ્યો. કોરોનાથી દુનિયાભરમાં જ્યાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા, તો યૂરોપનો એક દેશ એવો પણ છે જ્યાં આ વર્ષે કોરોનાથી માત્ર એક જ વ્યક્તિનું મોત થયું. ગયા વર્ષે કોરોનાની પહેલી લહેરથી યુરોપીય દેશો ઇટલી અને સ્પેન ખાસ્સા પ્રભાવિત થયા હતા. હાલમાં બ્રિટનમાં પણ કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે.

કોરોનાથી દુનિયાભરમાં જ્યાં લાખો લોકોના મોત થયા છે, તો યૂરોપના આઇસલેન્ડમાં આ વર્ષે કોરોનાને લીધે એક જ દર્દીનું મોત થયું છે. શુક્રવારે બહાર પાડવામાં આવેલા આંકડાથી જાણ થઇ કે આખા આઇસલેન્ડમાં કોરોનાના માત્ર 60 એક્ટિવ કેસો છે. દુનિયામાં કોરોનાના નવા આંકડા અનુસાર, આઇસલેન્ડે પાછલા 6 મહિનામાં આ મહામારી પર ઘણી હદ સુધી કાબૂ મેળવી લીધો છે. અત્યાર સુધીમાં આઇસલેન્ડમાં કોરોનાથી માત્ર 30 લોકોના જ મોત થયા છે. જે આખા યૂરોપમાં સૌથી ઓછો મૃત્યુદર છે.

 

(5:04 pm IST)