Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ટોયલેટની અંદરથી સાપ નિકળ્યોઃ વિડિયો વાયરલ

ન્યુયોર્ક,તો૨૦: સોશ્યિલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સાપ ટોયલેટની અંદરથી બહાર આવતા દેખાય છે. આ વિડિયોને ટ્વીટર ઉપર અમેરિકાના વેધર સાયન્ટિસ્ટ પાયટન માલોને શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે તેમનો મિત્ર ગૂસ વેસ્ટએ ટેકસાસમાં પોતાના ઘરના ટોઈલેટમાં સાપ જોયો.

વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટોયલેટ બાઉલની અંદરથી એક સાપ નીકળી રહ્યો છે. તેમ જ એક વ્યકિત ગોલ્ફની સ્ટીકથી સાપને હટાવવાની કોશિશ કરે છે. માલોને ૨૯ સેકન્ડનો આ વિડિયો શેર કરતા લખ્યું કે, પહેલા મને એમ કે આ મારો આંતરિક ડર છે....પરંતુ છે નહીં. વેસ્ટ ટેકસાસમાં મારા મિત્રએ આ જોયું છે.

૧૭ ઓગસ્ટે આ વીડિયો વાયરલ થયો, જેને ૨૩ લાખ લોકોએ જોયો છે. તેમ જ ૧૬ હજાર લાઈકસ અને ૧૦ હજારથી પણ વધુ રીટ્વીટ છે. પાયટને એનડીટીવીને કહ્યું કે, સાપને પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી દેવાયો હતો.

(11:49 am IST)