Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

પાકિસ્તાનનું ભવિષ્ય ચીનની દયા પર ટકેલું હોવાનું પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સ્વીકાર્યું

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સરકારના બે વર્ષ પૂર્ણ થયા બાદ સ્વીકાર્યું છે કે પાકિસ્તાનનું ભવિષ્ય હવે ચીનની દયા પર ટકેલું છે. તેમણે જણાવ્યું છે કે, પાકિસ્તાન આગામી દિવસોમાં યુએઈની જેમ ઈઝરાયેલની સાથે કોઈ શાંતિ કરાર કરશે નહીં. ઈમરાને સાઉદી અરબ અને પાકિસ્તાનના સંબંધોની વચ્ચે તણાવની વાતને વખોડતા જણાવ્યું કે, સાઉદી અરબ અમારા પ્રમુખ મિત્રોમાંથી એક છે.

         પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ દુનિયા ટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને જણાવ્યું કે, ઈઝરાયેલને લઈને અમારી નીતિ સ્પષ્ટ છે. કાયદે આઝમ (મોહમ્મહ અલી જીન્નાહ)જણાવ્યું હતું કે, પાકિસ્તાન ત્યાં સુધી ઈઝરાયેલને નહીં સ્વીકારે જ્યાં સુધી પેલેસ્ટાઈનના લોકોને અધિકાર અને એક સ્વતંત્ર દેશ નથી મળી જતું. પાકિસ્તાન અને ઈઝરાયેલની વચ્ચે રાજદ્વારી સંબંધ નથી અને તેમના વિમોનેને એકબીજાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.

(5:53 pm IST)