Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

19 વર્ષીય આ મહિલા પાયલોટે એકહાથે વિમાન ઉડાવી બનાવ્યો વિશ્વરેકોર્ડ

નવી દિલ્હી: બેલ્જિયમ મૂળની બ્રિટિશ મહિલા પાયલટ ઝારા રૂથરફોર્ડે એકલા હાથે દુનિયાભરના આકાશમાં વિમાન ઉડાવીને ઈતિહાસ સર્જ્યો છે. વિશ્વમાં સોલો ફ્લાઈટ ઉડાડનારી ઝારા દુનિયાની સૌથી ઓછી વયની મહિલા પાયલટ છે. તેણે ૧૫૫ દિવસમાં પ્રવાસ પૂરો કર્યો હતો. ૧૮ ઓગસ્ટે તેણે પ્રવાસ શરૃ કર્યો હતો. ઝારા રૂથરફોર્ડે સોલો ગ્લોબલ ફ્લાઈટ ઉડાડીને વિશ્વવિક્રમ સર્જ્યો છે. ૧૫૫ દિવસની લાંબી યાત્રા કરીને તે બેલ્જિયમના કોર્ટિજકમાં આવી પહોંચી હતી. ૧૮મી ઓગસ્ટ-૨૦૨૧ના દિવસે તેની યાત્રા આ શહેરથી જ શરૂ થઈ હતી. બેલ્જિમય મૂળની ઝારા રૂથરફોર્ડે બ્રિટનમાં રહે છે. તે નાનકડાં વિમાન સાથે વિશ્વના પાંચ ખંડોમાં ફરી હતી. તેણે બાવન દેશોની યાત્રા કરી હતી. ૧૫૫ દિવસમાં કુલ ૫૧ હજાર કિલોમીટરનો પ્રવાસ ઝારાએ પૂરો કર્યો હતો. અગાઉ સોલો ગ્લોબલ ફ્લાઈટનો રેકોર્ડ અમેરિકન મહિલા પાયલટ શાએસ્ટા વાઈઝના નામે હતો. શાએસ્ટાએ ૨૦૧૭માં ૩૦ વર્ષની વયે દુનિયાનું એકલપંડે ચક્કર લગાવ્યું હતું. ઉડ્ડયન દરમિયાન ઝારા રૂથરફોર્ડે કેલિફોર્નિયાની ભયાનક આગ આકાશમાંથી જોઈ હતી. રશિયાની કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. તે ઉપરાંત ઉત્તર કોરિયાના જોખમી ગણાતા હવાઈ ક્ષેત્રમાંથી તે પસાર થઈ હતી.

 

(6:13 pm IST)