Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

બ્રિટનમાં હજારો રેલવે કર્મચારી ફરીથી હડતાળ પર ઉતર્યા હોવાની માહિતી

નવી દિલ્હી: બ્રિટનમાં હજારો રેલવે કર્મચારીઓએ ફરીથી નવેસરથી હડતાળ શરૃ કરી છે. જેના કારણે સમગ્ર દેશમાં ટ્રેન સેવા ઠપ થઇ ગઇ છે. પગાર અને કામ કરવાની શરતો સહિતના મુદ્દે બ્રિટનના રેલવે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળને પગલે બ્રિટનમાં સરેરાશ પાંચમાંથી ફક્ત એક ટ્રેન ચાલી રહી છે. અગાઉ પણ પોતાની માગો માટે રેલવે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતાં. આવતીકાલની હડતાળની અસર લંડન અંડરગ્રાઉન્ડ સબવે નેટવર્ક ઉપર પણ પડશે. ટ્રેન સેવા ઠપ થઇ જવાના કારણે લંડનમાં બસ સર્વિસ પણ પ્રભાવિત થશે. દરમિયાન રેલવેમેરીટાઇમ અને ટ્રાન્સપોેર્ટ યુનિયનના નેતા મિક લિન્ચે આરોપ મૂયો છે કે બ્રિટનની કન્ઝર્વેટિવ સરકારન કર્મચારીઓ વિરુદ્ધના એજન્ડાને કારણે કર્મચારીઓ નારાજ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પબ્લિક સેક્ટરના અન્ય કર્મચારીઓની જેમ રેલવેના કર્મચારીઓ  ખાદ્ય અને ઇંધણના ભાવવધારોનો સામનો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે બ્રિટનની સરકાર તેના કર્મચારીઓને ઓછું વેતન આપી રહી છે.

(11:30 am IST)