Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

જર્મનીમાં મળ્યા મંકિપોક્સના બે ખતરનાક કેસ

નવી દિલ્હી: વિશ્વમાં મંકીપોક્સ વાયરસના દર્દીઓ વધી રહ્યા છે. ધીરે ધીરે રોગ 90થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. તેના વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, નવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેના વધતા જોખમને જોતા તેના પર સતત સંશોધન પણ ચાલી રહ્યા છે. દરમિયાન મંકીપોક્સનો સૌથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસ્સામાં મંકીપોક્સથી પીડિત વ્યક્તિનું નાક સડવા લાગ્યું છે. દર્દીને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. પ્રથમ લાલ ફોલ્લીઓ, પછી સડો નાક સુધી પહોંચી ગયો હતો. જર્મનીમાં રહેતા 40 વર્ષના એક વ્યક્તિએ થોડા દિવસો પહેલા તેના નાક પર લાલ ડાઘ જોયો. તે તરત ડૉક્ટર પાસે ગયો અને સમસ્યા જણાવી. ફોલ્લીઓ જોઈને ડૉક્ટરે કહ્યું કે તે સનબર્ન છે. થોડા દિવસો પછી, વ્યક્તિની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને નાક પરનો લાલ ડાઘ કાળો થઈ ગયો અને મોટા ઘાનું રૂપ લઈ લીધું. તેનું નાક સડવા લાગ્યું હતું. જે બાદ તે ફરી ડોક્ટર પાસે ગયો. મેડિકલ જર્નલ ઈન્ફેક્શન અનુસાર ડોકટરોને તેના નાક સિવાય તેના આખા શરીર પર પરુ ભરેલા ચાંદા જોવા મળ્યા, ખાસ કરીને તેના મોંની આસપાસ અને તેના પ્રાઈવેટ પાર્ટ પર. પછી તેનો મંકીપોક્સ માટે ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મંકીપોક્સની પુષ્ટિ થતાં ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી. રાહત માટે તેમને એન્ટિ-વાયરલ આપવામાં આવ્યું હતું.

 

 

 

(11:31 am IST)