Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

કેલિફોર્નિયામાં બે વિમાન સામસામે ટકરાતા દોડધામ મચી જવા પામી

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં બે વિમાનો પરસ્પર અથડાઈ ગયા. ગુરુવારે બે નાના વિમાન આકાશમાં ટકરાયા હતા જેમાં ઘણા લોકોના મોત થયા હતા. દૂર્ઘટના ત્યારે થઈ જ્યારે પ્લેન વોટસનવિલે શહેરના સ્થાનિક એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યુ હતુ. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યુ હતુ કે વોટસનવિલે મ્યુનિસિપલ એરપોર્ટ પર બે વિમાનો જ્યારે લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અથડાયા હતા.અમને ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ મળ્યા છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.

 

(11:31 am IST)